________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપ્સરા જેવી પુત્રી, મારા જેવા કુષ્ઠરોગીને આપી... તે રાજાનો રાજકુમારી પ્રત્યેનો પ્રકોપ જ હોવો જોઈએ. પિતાને પુત્રી પ્રત્યેનો તીવ્ર રોષ જ હોવો જોઈએ. પણ આ રીતે પુત્રીના જીવનને પીંખી નાંખવાના પિતાને અધિકાર નથી. હા, પિતા રાજા છે! સત્તાધીશ છે! એટલે એ પુત્રીના જીવન સાથે આવો કૂર ખેલ ખેલી શકે... પણ હું એના દેહને સ્પર્શ નહીં કરું... એની કાયાને રોગી નહીં કરું... અને મારા બંધનમાં નહીં બાંધું! એને હું મુક્તિ આપીશ. મારા સુખ માટે એના સુખનું બલિદાન નહીં લઉં.... હું મારું સુખ જતું કરીશ. આમેય આ કુષ્ઠી જીવન સુખભોગ માટે હોય જ નહીં.
ઉજ્જયિનીની સરહદ છોડી અમે અમારા પડાવે તરફ ચાલી નીકળ્યાં. એ પહાડીઓમાં ઊભેલાં વૃક્ષો, એ વૃક્ષોમાંથી ચળાઈને આવતો લહેરાતો પવન, ચટ્ટાનોમાંથી વહેતાં નાનકડાં ઝરણાં, ઘાસ પર જામેલાં પાણીનાં ચમકતાં ફોરાં, એ સૌમાં જે ચૈતન્ય હતું, નિસર્ગની જે અવિષમ રમણીયતા હતી, તેવું જ કંઈક મને ઉબરરાણામાં દેખાતું હતું. શી ખબર કે પછી હું ખરેખર સ્વપ્નમાં હતી! ગર્મ તેમ પણ તે દિવસે એ ગુફાની ભેખડના ઓછાયામાં મને કોઈ અકથ્ય અનુભૂતિ થઈ હતી. કદાચ એ ઘડી જ મારા પ્રેમની શરૂઆત હશે. એ અનુભૂતિના કારણે જ મને ઉબરરાણો મારો પુરુષોત્તમ લાગ્યો હશે? શી ખબર... પણ એ દિવસે હું કંઈક પામી હતી....
અમારા પડાવમાં તો ભવ્ય ઉત્સવનું વાતાવરણ હતું. સહુના મુખ પર અનેરો આનંદ ઊભરાતો હતો. અમારાં લગ્ન માટેની તૈયારીઓ થઈ રહી હતી નગરમાંથી પણ મારા પ્રત્યે સ્નેહ-સહાનુભૂતિ ધરાવતાં અનેક સ્ત્રી-પુરુષો અમારી પાછળ-પાછળ આવી રહ્યાં હતાં. ભલે, એ લોકોને મારો આ નિર્ણય ગમ્યો હશે કે નહીં ગમ્યો હોય, પરંતુ તેમણે મારી ઉપેક્ષા કરી ન હતી. મારી સખી લલિતા પણ આવી હતી. જોકે એ સહુના મુખ પર ઉદાસી છવાયેલી હતી... અણગમો પણ હશે... છતાં મારા પ્રત્યેની સહાનુભૂતિ તો હતી જ.
અમારો લગ્નોત્સવ ઊજવાયો. હું વિધિપૂર્વક ઉબરરાણાની પત્ની બની. ઉંબરરાણાના સાતસો સહવાસીઓ આનંદથી નાચી રહ્યા હતા. જ્યારે મારા પ્રત્યેના પ્રેમથી.. સ્નેહથી ને સહાનુભૂતિથી આવેલાં સ્ત્રી-પુરુષોની આંખોમાંથી આંસુ ટપકી રહ્યાં હતાં. મેં ઈશારાથી એ સહુને કહ્યું કે, “હવે
૧૧૩
For Private And Personal Use Only