________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે સાહસ સ્મિત ભેર કરી પરિણામને જાણ્યું.
મયણા બેની અમરતને તેં પીધું ને પાઈ જાયું. હાર-જીતની નો'તી કલ્પના, કરવું'તું મદનું ખંડન, સદા રહે ઝળહળતી જ્યોતિ કરવું'તું જિનમતનું મંડન, સતત વહાવી જ્ઞાનની ધારા કર્યું તે મિથ્યામત-ભંડન હતું ભવ્ય ને દિવ્ય એક ચમત્કૃતિભર ઉરસ્પંદન.
તિરસ્કારના જલથી તેં તો શાંતિથી નાહી જાયું. - મયણા બેની અમરતને તેં પીધું ને પાઈ જાણયું. વંટોળાના તાંડવ સાથે હતો નિરંતર તારો પ્યાર હતો શ્રદ્ધાનો ક્ષત્રિયવટનો સપ્તરંગી શણગાર હૃદયે ઋષભ, મનમાં મુનિવર, હતી તારી બલિહાર ભક્તિની શક્તિથી પામી'તી તું પ્રભુનો પ્યાર.
જવાંમર્દીના જંગમાં દેવી! તેં રંગે રંગાઈ જાણ્યું.
મયણા બેની ! અમરતને તેં પીધું ને પાઈ જાયું. તેં હૈયામાં રુદન ભરીને, ચહેરે નિત પાથરિયાં હાસ, અંધકારમાં માર્ગ શોધવા પહોંચી તે સદ્ગુરુની પાસ. અણિશુદ્ધ સતીવ્રત અદાથી સાચવિયી અણનમ ઉલ્લાસ જરૂર પડી ત્યાં ઝેર પીધાં તેં પણ હતી હૈયે અમૃતની આશ.
તેં સંસારની શરશય્યા પર મુક્તિગીત ગાઈ જાણ્યું. મયણા બેની અમરતને તેં પીધું ને પાઈ જાયું.
ઉંબરરાણાએ મયણાને જોઈ. તેના ચહેરા પર બ્રહ્મનું ઓજસ હતું. એ એટલી જ સુંદર હતી, એટલી જ ચુસ્ત. તેના ચુસ્ત શરીરમાં ક્યાંય ખોટી ચરબી જમા નહોતી થઈ. તેનું રેશમ જેવું બદન, લંબગોળાકાર ચહેરો, સીધું ઘાટીલું નાક, કંડારેલા તાના જેવા હોઠ, સહેજ કઈ ઝાંયવાળી આંખો, લાંબી સપ્રમાણ ગ્રીવા, પાતળી કમરને ઓપે એવું વક્ષ:સ્થળ, કાચા રેશમના બુટ્ટા જેવી ચિબુક અને ગુલાબી ઢોળ પાથર્યો હોય તેવો નાજુક ઉરપ્રદેશ. ઉબરરાણા મયણાના શરીર તરફ અજબ આસક્તિથી જોઈ રહ્યો. બધું જ અદ્દભુત હતું... પણ તેના મનમાં પ્રશ્ન ઊઠ્યો : “આ સ્ત્રી શું મારા માટે યોગ્ય છે? હું એના માટે યોગ્ય છે ખરો? રાજાએ પોતાની આવી
૧૧૨
મુBI
For Private And Personal Use Only