________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક અથાક મોનમાં તદાકાર થવાનો સંઘર્ષ શરૂ થયો. અસહ્ય છે આ સુખ! કુષ્ઠરોગી આ કેવી રીતે સહે?
કોઢ તો મારા અંચલમાં લઈ લીધો છે! ભ્રમ ત્યજીને મારી નજીક આવો દેવ! મારા પરમ પુરુષ! હું તમને તમારું સ્વરૂપ બતાવું.'
એ રાતે વધારે પવન ન હતો, ધૂળની આંધી બહુ જલદી ઊડી ગઈ હતી. વરસાદ પછી તારા નીકળી આવ્યા હતા, બિલકુલ સાફ અને ધોવાયેલા! આંધી તો હવે ક્યાંય દેખાતી ન હતી. શીમળાનું વૃક્ષ સીધું ઊભું હતું. તેની ડાળીઓ પાણીમાં ભીંજાયેલી ચાંદીની ઝાલરો જેવી ચમકતી હતી.
હું ઉંબરાણાને લઈ ગુફાની બહાર આવી હતી. ધૂળ અને આંધી પછી તારા નીકળી આવ્યા હતા. એ એટલા ચળકતા હતા કે જાણે હવામાં સોનેરી જેવો ચૂરો ખરી રહ્યો હતો. ન પ્રકાશ, ન અંધકાર! વચ્ચેની કોઈ ચીજ! અંધારાને જુઓ તો એ રોશની જેવો બની જતો અને અજવાળાને જુઓ તો અંધકાર જેવો! ક્યારેક કોઈ પક્ષી વૃક્ષ પરથી ઊડીને ગુફાના દ્વારા પર ફડફડતું લાગતું. લોકોના અવાજો એની પાંખો નીચે દબાઈ જતા. એ હવામાં ઊડતું તો વાતોના ટુકડા ફરીથી જોડાઈ જતા. જાણે કશું જ બન્યું ન હોય... માત્ર હવામાં એક ધ્રુજારી કાંપતી રહેતી.
મેં ઉંબરાણાને કહ્યું : “જુઓ, આકાશમાં ચન્દ્ર નીકળી આવ્યો છે.” બહુ નાનો.. એક કાપેલા સફેદ નખ જેવો!”
પ્રભાત થયું હતું. ક્ષિપ્રાનો તટ સાતસો માણસોના કોલાહલથી બોલકણો બની ગયો હતો. સહુ પોતપોતાના નિત્યકર્મમાં પ્રવૃત્ત થયા હતા. હું પણ ઉંબરાણાને લઈ ક્ષિપ્રાના તટ પર જવાની તૈયારી કરતી હતી, ત્યાં લલિતા આવી પહોંચી. અમે નદીના તટ પર ગયાં. ત્યાં મેં અને લલિતાએ ઉંબરરાણાના ઘા સાફ કરી, તેના પર દવા લગાવી પાટા બાંધ્યા. બીજા પણ નજીકમાં રહેલા રોગી પુરુષોના ઘા સાફ કરીને દવા લગાડી, પાટા-પિંડી કરી.
લલિતા અમારા માટે દૂધ અને નાસ્તો લઈ આવી હતી. અમે આસપાસના પરિચિત બે-ચાર ભાઈઓને બોલાવીને દુગ્ધપાન કર્યું અને નાસ્તો કર્યો. નાસ્તો કર્યા પછી લલિતાએ મયણાને કહ્યું : “દેવી! નગરનું
મહા
૧૧૯
For Private And Personal Use Only