________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શારીરિક દુઃખોની પરવા ન હતી. એક કુષ્ઠરોગથી ઘેરાયેલા યુવાનનો પતિ તરીકે સ્વીકાર કરવામાં એનું મન પાછું પડતું ન હતું. એ સ્વીકાર કરવા તૈયાર હતી, તત્પર હતી.
મયણાએ જીવતેજીવ મૃત્યુને આલિંગન આપવાનો નિર્ણય કર્યો. હાસ્યને ત્યાગી એણે હાહાકારને અપનાવ્યો. પ્રકાશને મૂકી એણે અંધકારનો આશરો લીધો. વિલાસને ઠોકર મારી એણે તપનો પ્રારંભ કર્યો. રંગબેરંગી વસ્ત્રો છોડી એણે શ્વેત વસ્ત્ર અંગીકાર કર્યા. વિનાશનો, ઓરા આવતા મૃત્યુનો એ કરુણ નિનાદ સાંભળવા છતાં ય એનું દિલ કંપતું ન હતું.
બીજા દિવસે રાજસભામાં જે તે નિર્ણય થવાનો હતો. ઉબરરાણાને રાજસભામાં આવવાનું નિમંત્રણ મળી ગયું હતું. નગરવાસી લોકો સવારથી જ રાજસભામાં ગોઠવાઈ જતા હતા. રાજસભામાં શૈવો અને જૈન, બધા જ પોતપોતાના સ્થાને બેસી ગયા હતા. મહારાજા પ્રજાપાલ સિંહાસન પર બિરાજમાન થયા હતા. પડદા પાછળ રાણીવાસ બેઠો હતો. મંત્રીઓ, મહામંત્રીઓ, પતિઓ, સાર્થવાહો ને શ્રેષ્ઠીઓ પોતપોતાના સ્થાને બેસી ગયા હતા, ત્યાં ઉબરાણાએ પોતાના સાતસ સાથીદારો સાથે રાજસભામાં પ્રવેશ કર્યો. ઉંબરાણા મહારાજાની પાસે જઈને વિનયપૂર્વક ઊભો રહ્યો.
ત્યાં માતા રૂપસુંદરી સાથે ગૌરવભરી દમામદાર ચાલે મયણા આવી રહી હતી. મયણાનું મસ્તક ઉન્નત હતું. એની આંખોમાં વીજળી ચમકતી હતી. મુખમુદ્રા પર એ જ દૃઢતા, એ જ પ્રતાપ અને એ જ વિભૂતિ હતી. પિતાની દષ્ટિ સાથે પુત્રીની દૃષ્ટિ મળી. રાજાએ હજારો ત્રિશૂળના ઘૂઘરા એકસાથે ઝણઝણી ઊઠે એવું અટ્ટહાસ્ય કર્યું. એના એક-એક પગલામાં વિજયનો અશ્રાવ્ય હુંકાર સંભળાવ્યો. સ્થિર અને દૃઢ પગલે તેણે મયણા પાસે આવી એના ખભા પર હાથ મૂકીને કહ્યું : “દીકરી! તારાં કર્મો તારા માટે કોઢિયો પતિ લઈ આવ્યાં છે.' “હે તાત! મને આ પતિ સ્વીકાર્ય છે!' વિણાના જેવા એ મધુર સૂર હતા. ભડભડતા અગ્નિ પર વરસતા એ આષાઢી મેઘ જેવા શીતલ શબ્દ હતા.
રાજકુળ, રાજ વૈભવ... નગર અને મનોહર ઉઘાનો... આ બધું છોડી, મયણા ઉંબરરાણાની સાથે નગરના બાહ્યપ્રદેશ તરફ ચાલી કે જ્યાં ઉપેક્ષાનો
૧૧0
માણા
For Private And Personal Use Only