________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રૂરતા અહીંથી સંસારની જીવનકથા, સુખવાર્તા સમાપ્ત કરે છે. વિયોગ.. વિયોગ... ચિરવિયોગ... અને એ પર વહાવેલાં આંસુ, બસ, એ જ શેષ રહી જાય છે, હૃદય સળગી ઊઠે છે. આંસુઓનાં પૂર ઊભરાય છે. ઊના ઊના ઉચ્છવાસો નીકળી પડે છે અને અંતે રહે છે સ્મૃતિરૂપ દીપકની અંક શ્યામલ ધૂમ્રરેખા.
જીવ તો પામર છે. કર્મોનાં બંધનોથી જકડાયેલો છે. ત્યાં “હું તને સુખી કરી દઉં!' એવી મિથ્યા કલ્પના કરવાનો કોઈ અર્થ નથી.' “એટલે મયણા, તું તારા નિર્ણયમાં અટલ છે ને?” “હા જી, હું મારા નિર્ણયમાં નહીં, સર્વજ્ઞ પરમાત્માના સિદ્ધાંતમાં અટલ છું. સંસારમાં રહેલા જીવોને સુખ-દુ:ખ એમના પોતાનાં શુભ-અશુભ કર્મોના ઉદયથી મળે છે - આ વાત તદ્દન સાચી છે ને હું એ વાતને માનું છું.”
તો ભલે, મહારાજાના મુખ પર ક્રોધની રેખાઓ તણાઈ આવી. તેમણે મહામંત્રીને કહ્યું :
‘તમે પેલા કુષ્ઠરોગીઓના રાજાને આવતીકાલે રાજસભામાં બોલાવી લેજો. હું એમને યોગ્ય રાણી આપીશ! એમનાં શુભ કર્મોના ઉદયથી એમને રાજકન્યા મળશે!'
સમાચાર કુષ્ઠરોગીઓના પડાવમાં પહોંચી ગયા. તેઓ બધા ખુશીથી નાચી ઊઠ્યા. સમાચાર રાજમહેલમાં ફેલાયા. મારી માતા રૂપસુંદરી અને મારા મામા સામતરાજા પુણ્યપાલને પણ મળ્યા. તે બંને અત્યંત નારાજ થયા.
સમાચાર નગરમાં ફેલાયા. કેટલાક લોકો રાજી થયા, કેટલાક લોકો નારાજ થયા. કેટલાકે રાજાની ભૂલ બતાવી, કેટલાકે મયણાની ભૂલ બતાવી. કેટલાકે આ વિવાદને જ અનુચિત માન્યો.
હવે એક વાત સર્વત્ર સ્પષ્ટ બની હતી કે મયણા જો પોતાના સિદ્ધાંતને વળગી રહે તો તેણે કુષ્ઠરોગી એવા ઉંબરરાણાને પતિ તરીકે સ્વીકારવાના હતા અને જો એ પોતાનો આગ્રહ છોડી દે તો એને એક રાજ્યના દેવકુમાર જેવા રાજકુમાર સાથે લગ્ન કરવાનાં હતાં દુનિયાની દૃષ્ટિએ મયણા જાણીબૂઝીને દુઃખનો માર્ગ લઈ રહી હતી, જ્યારે જ્ઞાનીની દૃષ્ટિએ મયણા સત્યના કાંટાળા માર્ગ પર પગલાં પાડી રહી હતી, કે જે સત્યનિષ્ઠ વ્યક્તિ માટેની નિયતિ હોય છે! મયણાને વૈષયિક સુખોનું આકર્ષણ ન હતું કે બાહ્ય
માણા
૧૦૯
For Private And Personal Use Only