________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છોરુ થાય... મા-બાપે એવા ન થવાય... મહારાજા... આવા કુષ્ઠરોગી સાથે મયણા જેવી રાજકુમારીને ન પરણાવાય. મહારાણી રૂપસુંદરી પણ પસંદ નહીં કરે.'
‘મહામંત્રી! તો શું હું પસંદ કરું છું આને પતિ તરીકે? ના, આ તો મયણાનાં કર્મોની પસંદગી છે! ‘કર્મ કરે તે થાય!' એમ એ છોકરી કહે છે ને? ‘પિતા કરે તે ન થાય!' એમ એ માને છે. હું એને સુખી ન કરી શકું, એનાં કર્મો જ એને સુખી કરી શકે! એમ એ માને છે...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહારાજા! આપ શાંત થાઓ. આપણે ફરીથી મયણાને બોલાવીને વાત કરીએ! એને સમજાવીએ. એનો દુરાગ્રહ છોડાવીએ... એ નાની છે! નાનાં બાળકો થોડું ભણે-ગણે એટલે ઉછાંછળાં થઈ જતાં હોય છે. છતાં મયણા તો સમજદાર છોકરી છે...’
‘ભલે, આપણે સમજાવીએ. બોલાવો એને.’
રાજમહેલના સુંદર સભાખંડમાં મહારાજા પ્રજાપાલ સિંહાસન પર બેઠા, બાજુમાં મહારાણી રૂપસુંદરી બેઠાં. બીજી ત૨ફ મહામંત્રી સોમદેવ અને પંડિતરાજ સુબુદ્ધિ બેઠા. નગરના પ્રમુખ શ્રેષ્ઠીઓ પણ પધાર્યા હતા. મયણા પોતાની માતા રૂપસુંદરીની પાસે બેઠી હતી. મહારાજાની નિકટ બેઠી હતી. ક્ષણભર સભાખંડમાં મૌન પથરાયું. ત્યાં મહારાજાએ મયણાને કહ્યું : ‘બેટી, કર્મોનો પક્ષ છોડી દે. ‘કર્મ કરે તે થાય', એવી માન્યતા ત્યજી દે. તું એમ બોલ કે 'પિતાજી! આપ જે કરશો તે અમારા સુખ માટે હશે! આપ જ અમારાં સુખ-દુઃખના વિધાતા છો. આપ ધારો તો અમને સ્વર્ગ આપી શકો, આપ ધારો તો અમને નરકમાં ધકેલી શકો!'
એક ક્ષણ... બે ક્ષણ... ત્રણ ક્ષણ... મૌન છવાયું.
ચોથી ક્ષણે વિસ્ફોટ થયો.
૧૦૮
‘પિતાજી! સર્વજ્ઞ પરમાત્માનું વચન છે કે કર્મો કરે તે થાય! આ સંસારમાં દરેક જીવ કર્મોથી બંધાયેલો છે. કર્મોને પરાધીન છે. કર્મ કરે તે જ થાય! સુખ અને દુ:ખ... યશ ને અપયશ... બધું જ કર્મોના પ્રસાદે થાય છે.
પિતાજી! આ દુનિયામાં આવીને પોતાની આશા-આકાંક્ષાઓ કોણ પૂર્ણ કરી શક્યું? ચિર-મિલનનું સુખ કોણે મેળવ્યું છે? થોડી જ પળોનો, થોડા જ દિવસોનો, થોડાં જ વર્ષોનો... યા યુગોનો સંયોગ... અને બસ, કર્મોની
For Private And Personal Use Only
સમણા