________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાદળાં ચકરાવો લેતાં હતાં. હું ઊભો થયો. મને હજુ થોડી સુસ્તી લાગતી હતી, પણ અંતરથી હું ભારે મોકળાશ અનુભવી રહ્યો હતો.
હું પાછો ફર્યો. ઘરની દિશામાં દોટ મૂકી. ભીનાશથી મઘમઘતો પવન મારા ઊંડા શ્વાસોમાં સમાઈ રહ્યો હતો. વરસાદના કારણે પગ નીચેની રેતી કઠણ બની હતી. આથી પાછા ફરવામાં મને કશી જ તકલીફ ન પડી. સૂરજ આથમવા આવ્યો હતો. લાલ-સોનેરી રંગથી રંગાયેલા પશ્ચિમના આકાશને પડછાયે વૃક્ષો ઊંચાં ને કાળાં દેખાતાં હતાં. હું અમારા ખેતરમાં પ્રવેશ્યો. “સાંજનું ભોજન તૈયાર થવા આવ્યું હશે. પ્રભાતકાકા નગરમાંથી પાછા ન ફર્યા હોય તો સારું!” એમ હું મનોમન ઇચ્છી રહ્યો હતો. કારણ કે પછી જ મને ખ્યાલ આવ્યો કે કાકા બહાર ગયા હતા ત્યારે પોતે ઘેરથી આમ ચાલ્યા જવું જોઈતું ન હતું. ત્યાં તો મેં વૃદ્ધ ઘોડાનો હણહણાટ સાંભળ્યો. કાકા આવી ગયા હતા. તેઓ લાકડાં લેવા જતા હતા. મેં દોટ મૂકીને કહ્યું :
લાવો કાકા, હું લાકડાં લઈ આવું...” કાકાએ ટટ્ટાર થઈ મારી સામે જોયું. થોડું હસ્યા અને બોલ્યા : “મને હતું જ કે રાજા રખડવા નીકળી પડ્યા હશે!” ‘હું કોતર સુધી ગયો હતો.'
મેં પણ આવું જ ધાર્યું હોત. હું નગરમાં જતો હતો ત્યારે વિચારતો હતો કે “અત્યારે ઉંબરનું મન બીજા કોઈ કામમાં નહીં લાગે. હું પણ ઉબર જેવડો હોઉં તો આવા ફક્કડ દહાડે શું કરું?' અને એકાએક મારા પ્રશ્ન મને જવાબ આપી દીધો : “હું ભટકવા નીકળી પડું!”
નમતા સોનેરી સૂર્યમાંથી પણ ન સાંપડે એટલી ઉષ્મા મારા હૃદયમાં કાકાના શબ્દોથી છલકાઈ ઊઠી. મેં મસ્તક હલાવીને કહ્યું : “હું પણ એમ જ ભટકવા નીકળી પડ્યો!'
શ્રીપાલનું મન સ્મરણોની સૃષ્ટિમાં ડૂબી ગયું હતું. એણે શૈશવનો આનંદ માણ્યો જ ન હતો, એમ કહો તો ચાલે. એણે ઘણા દુઃખદ અનુભવોના ઉઝરડાઓ સહન કર્યા હતા. એકાંત જંગલની વિશાળતામાં એ સાતસો કુષ્ઠરોગીઓ સાથે વર્ષો સુધી રહ્યો હતો. તેને માનવનો સ્પર્શ ઈજા કરે તેવો લાગતો હતો, પણ વનરાજીનો સ્પર્શ જાણે પ્રફુલ્લતા અર્પતો હતો. જંગલનું
૧૦૨
મયણા
For Private And Personal Use Only