________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતાં. એટલે એ કોઈ મોટી હરણીનાં હશે, એમ લાગ્યું. કદાચ એના પેટમાં બચ્યું હશે. વહેળા સુધી આવી હશે અને પાણી પીધું હશે. પછી એને ગંધ આવી હશે! એ ભયથી નાસી ગઈ હશે. એવું તો પગલાં પરથી ચોકકસ લાગતું હતું. હું મનોમન ઇચ્છતો હતો કે એ હરણી તરસી પાછી ન ફરી હોય તો સારું.
મેં બીજાં પગલાં પણ તપાસ્યાં. ખિસકોલીઓએ સારી એવી ધમાચકડી બોલાવી હતી. એક હિંસક પશ પણ અહીં આવ્યું હોય એમ એનાં અણિયાળાં નહોરવાળાં પગલાં પરથી લાગ્યું. પણ એ ક્યારે આવી ગયું હશે, એનો ખ્યાલ મને આવ્યો નહીં. મારા બાપુને (કાકાને) આવી બાબતોમાં ભારે સૂઝ હતી. એવું એક અનુમાન ખરું હતું કે કોઈ હરણી. અહીં આવી ભયભીત થઈ પાછી ફરી ગઈ હતી. હું ફરી પાછો જળચક્કી તરફ વળ્યો. એ જાણે સદાકાળ ત્યાં જ રહી હોય એમ ચાલી રહી હતી. આમ તો પાંખિયાં તાડપત્રનાં હતાં પણ આ છીછરા પાણીપ્રવાહમાં એ ટકી રહ્યાં હતાં અને આછા વરસાદના કારણે ચળકી રહ્યાં હતાં.
મેં આકાશ સામે જોયું. અત્યારે કેટલા વાગ્યા હશે કે પોતે કેટલું સૂતો હશે તે મારાથી નક્કી થઈ શક્યું નહીં. હું પશ્ચિમ કિનારે પહોંચ્યો. ત્યાં રોકાવું કે નહીં, એ વિચારતો ઊભો હતો ત્યાં વરસાદની ઝરમર સાવ અટકી ગઈ. વાયવ્ય દિશામાંથી હવાની લહેરખી આવી અને સૂર્ય બહાર નીકળ્યો. વાદળાં એકઠાં થઈ ગયાં અને પૂર્વ દિશામાં મેઘધનુષ્ય ખેંચાયું. મેઘધનુષ્ય એટલું મનોહર અને એટલું રંગભર્યું હતું કે એને જોતાં મારું હૃદય પ્રસન્નતાથી છલકાઈ ઊઠ્યું. ધરતી પર આછો લીલો રંગ પથરાયો હતો. વરસાદમાં ધોવાયેલી અદૃશ્ય હવાએ પણ સૂર્યપ્રકાશમાં સોનેરી રંગ ધારણ કર્યો હતો. જળસીકરોથી છંટાયેલાં વૃક્ષો, ઘાસ અને છોડવાઓ ચમકી રહ્યાં હતાં.
જેમ રેતીમાંથી ઝરણું ફૂટી નીકળે તેમ મારા અંતરમાંથી પણ આનંદનું ઝરણું ફૂટી નીકળ્યું. મેં હાથ પહોળા કર્યા અને ફેરફૂદડી ફરવા માંડ્યો. ક્યાંય સુધી ફરતો રહ્યો. ફૂદડીની ઝડપ વધતી ગઈ અને લાગ્યું કે હવે કદાચ પડી જવાશે ત્યારે શરીર ઢીલું મૂક્યું. આંખો મીંચી દીધી અને જમીન પરના કુણા ઘાસમાં ચત્તોપાટ ઢળી પડ્યો. નીચેની અને આસપાસની ધરતી ચકરાવા લાગી. મેં આંખો ખોલી. ભૂરું આકાશ અને રૂના પોલ જેવાં
મયા
૧૦૧
For Private And Personal Use Only