________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દોડવાના કારણે હવે મને થાક અને ઉકળાટ થવા લાગ્યો. પરંતુ પછી તરત જ ધૂસર રંગનાં કોતરોનો શીતલ સ્પર્શ મેં અનુભવ્યો. ભૂરા રંગના અધોવસ્ત્રને મેં ઊંચું લઈ લીધું અને મારા રજોટાયેલા પગ એ છીછરા ઝરણામાં બોળ્યા. પગની આંગળીઓ રેતીને અડતી હતી. પાણી એ આંગળીઓ અને મજબૂત ઘૂંટણ વચ્ચેથી વહી જતું હતું. પાણી ખૂબ ઠંડું અને ધારદાર હતું. મારા પગ સાથે રમત કરતું એ વહેણ કલનાદ કરી રહ્યું હતું. મેં વહેતા પાણીમાં આમથી તેમ ચાલી જોયું. મારા પગ સુંવાળા પથ્થરો જોડે ઘસાતા હતા. એકાએક મેં થોડેક આગળ ચળકતી માછલીઓનું ટોળું જોયું. છીછરા પાણીમાં છબછબિયાં કરતો હું ત્યાં ગયો. પણ માછલીઓ એકાએક અદૃશ્ય થઈ ગઈ. જાણે એ ક્યારેય હતી જ નહીં! લીમડાના વૃક્ષના મૂળ પાસે પાણી ઊંડું હતું. હું ત્યાં નમીને ઊભો રહ્યો... કદાચ માછલીઓ દેખાશે! પણ એકાએક કાદવ નીચેથી એક દેડકો કૂદી પડ્યો! એક ક્ષણ એ મારી સામે જોઈ રહ્યો, પછી ડરી ગયો હોય એમ પાછો વૃક્ષના મૂળ પાસેના ઊંડા પાણીમાં સરી ગયો. હું હસી પડ્યો!
ડર નહીં, હું તને પકડીશ નહીં.” હું બોલ્યો. હવાના કારણે ઉપરના વૃક્ષની બે ડાળી છૂટી પડી અને એની વચ્ચેથી તડકો મારા માથા પર ને ખભા પર ઢોળાયો. પગ પાણીમાં હોય ત્યારે માથા પર સૂર્યનો ઉષ્માભર્યો સ્પર્શ મને ગમ્યો. પણ વળી પવનની લહેરખી બંધ પડી ગઈ અને તડકો પાછો વૃક્ષ પર ચડી ગયો. હું સામે કિનારે ગયો, ત્યાં વૃક્ષો ઓછાં હતાં. નાનું ખજૂરીનું ઝાડ તેની સાથે ઘસાયું. મને અચાનક યાદ આવ્યું કે ખિસ્સામાં ચપ્પ પડ્યું છે. મેં જળચક્કી બનાવવાનો વિચાર કર્યો. જોકે મેં
ક્યારેય આવી જળચક્કી બનાવી ન હતી. દાદીમાનો પુત્ર ઓલિવર દરિયા પરથી ઘેર આવતો ત્યારે જળચક્કી બનાવી આપતો. હું તરત જ જળચક્કી બનાવવા બેસી ગયો. પાણી ઊંડું ન હતું, પણ વેગમાં વહેતું હતું. તાડનાં પાંદડાંની ચક્કી ગોઠવી, તેને વેગ આપવા આંગળાંથી ચલાવી. વહેતા પાણીનો વેગ-સ્પર્શ પાંખિયાને વેગ આપી રહ્યો અને પાંખિયાં ઉપરથી નીચે અને નીચેથી ઉપર જવા માંડ્યાં, જળચક્કી ચાલુ થઈ ગઈ. બહુ સહજતાથી એ ચાલી રહી હતી,
મેં ઊંડો શ્વાસ લીધો અને પ્રવાહની પાસે જ રેતીમાં લંબાવ્યું. મારી આંખો જળચક્કીની ચમત્કારિક ગતિને નિહાળી રહી હતી. ઉપર-નીચે, નીચે-ઉપર
મયણા
૯૯
For Private And Personal Use Only