________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૈયું હાથ કેમ રહે? હવે આ ઘર-ખેતર વટાવીને આમ્રવૃક્ષોની કતાર વીંધીને વિહેતી નદી તરફ જતા રસ્તા પર પહોંચ્યા વિના કેમ ચાલે? મધપૂડો એ નદીના ઝરણાની આસપાસના કોઈ વૃક્ષ પર જ બંધાયો હશે.
હું આમ્રવૃક્ષોને પાર કરી, આગળ વધ્યો. રેતીનો રસ્તો કોરે મૂકી હું પૂર્વ દિશામાં દોડવા લાગ્યો. દોડતી વખતે મને જરા ય પગનો દુઃખાવો ન થયો. આ રસ્તા પર દોડવાનું મને ગમ્યું. હું ધીમે ધીમે દોડતો રહ્યો. હવે વનરાજીનો છેડો આવી ગયો હતો. રેતીના પટમાં ગતિ આપોઆપ ઘટી ગઈ. હવે ઉતરાણ આવતું હતું. હું થોડી વાર અટક્યો. બદામી રેતી અને પાઈનવૃક્ષો આસમાની આકાશની કોર મઢી રહ્યાં હતાં. નાનાં સ્થિર વાદળાં રૂના પોલ જેવાં લાગતાં હતાં. હું જોતો હતો ત્યાં થોડી વાર માટે સૂર્ય વાદળ પાછળ છુપાઈ ગયો અને વાદળાં રાખોડી રંગનાં થઈ ગયાં. “રાત પડે એ પહેલાં વરસાદની ઝરમર આવશે! મેં વિચાર્યું.
ઢોળાવ મોહક હતો. એ રેતીનો ઘેરો પટ હતો. બંને બાજુ લીમડાનાં વૃક્ષો હતાં, તરેહતરેહનાં વૃક્ષો મહોરી ઊઠ્યાં હતાં. આ બધાં વૃક્ષો મારાં પરિચિત હતાં. એટલે એક એક વૃક્ષને પ્રેમથી મળતો... એક એક છોડને સ્નેહથી સ્પર્શતો હું ધીરે ધીરે ચાલતો હતો. રસ્તાની ઉગમણી કોરે ઢોળાવ હતો, ત્યાંથી વીસ ફૂટ દૂર એક ઝરણું હતું. કિનારો ભાતભાતની વનરાજીથી સભર હતો. આ ગીચ વનરાજીના શીતળ અંધકારમાંથી રસ્તો કરી એ ઝરણા તરફ હું આગળ વધ્યો. ઝરણા પાસે પહોંચતાં જ એક અનોખી પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યો. મજાની એકાંત જગા હતી.
કૂવાનું પાણી જેવું નિર્મળ ઝરણું રેતીમાંથી જ ફૂટી નીકળતું હતું. જાણે કિનારાઓના બે લીલાછમ હાથોમાં ઝિલાયું હોય એવું એ લાગતું હતું.
જ્યાંથી ઝરણું ફૂટતું હતું ત્યાં પાણી ભમરીઓ ખાતું હતું. અંદર રેતીના કણ કંપમાન લાગતા હતા. કિનારાની પેલી પારનું મુખ્ય ઝરણું જરા વધુ ઊંચાઈ પરથી ફૂટતું હતું. ચૂનાના સફેદ પથ્થરો વચ્ચેથી રસ્તો કરીને એ આગળ વધતું હતું અને ઢોળાવ પર વેગથી વહીને વળાંકમાં ઢળી જતું હતું. વળાંકમાં વહેતો પ્રવાહ શિવ-સરોવરમાં ભળી જતો હતો. શિવ-સરોવર ક્ષિપ્રા નદીના એક ભાગરૂપે હતું. નદી ઉત્તરે સમુદ્રમાં જઈ મળતી હતી. આ ઝરણું શરૂ થઈ અંતે મહાસાગરને મળે છે, એ કલ્પના જ મને ઉત્તેજિત કરી મૂકતી હતી.
મયણા
For Private And Personal Use Only