________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
બીજા દિવસે ૭00 સ્વજનોની હાજરીમાં મારો રાજ્યાભિષેક થઈ ગયો હતો. મારું નામ “ઉબરરાણા રાખવામાં આવ્યું હતું. મને સવારી કરવા માટે એક ખચ્ચર આપવામાં આવ્યું હતું. મારા લલાટે લાલ કુમકુમનું તિલક કરવામાં આવ્યું હતું.
અમારો પડાવ માલવદેશ અને મધ્યપ્રદેશની સીમા પર નાંખવામાં આવ્યો હતો. નદી હતી. નદીમાં સ્વચ્છ પાણી હતું. નદીના કિનારે પહાડોની ટેકરીઓ હતી. ટેકરીઓમાં ગુફાઓ હતી... અને કયાંક કયાંક સપાટ મેદાન હતાં. અમારો સાતસો માણસોનો કાફલો ત્યાં ફેલાઈને ગોઠવાઈ ગયો હતો. પ્રભાતકાકાએ મારા માટે (હું રાજા હતો ને!) રસોડું બનાવ્યું હતું. ત્યાં રસોઈ બનતી હતી, રસોડાના ધુમાડિયામાંથી ધુમાડાની સીધી પાતળી સેર નીકળતી હતી. લાલ માટીના ધુમાડિયામાંથી નીકળતો ધુમાડો આસમાની હતો. પણ એ વસંતના આસમાની આકાશમાં સરતો ત્યારે રાખોડી રંગનો બની જતો. હું એ ધૂમ્ર સેર જોઈને કશીક ગણતરી માંડી રહ્યો હતો.
મારા માટે જે ઘાસની સુંદર ઝૂંપડી બનાવી હતી તેના દરવાજા પાસેના બોરડીના વૃક્ષ પર જંગલી મધમાખીઓ બેઠી હતી. જાણે એ વનરાજીમાં બીજા કોઈ પુષ્પો જ ન હોય તેમ એ બોરડી પરની મંજરીઓના ગુચ્છને ચૂસી રહી હતી. ચમેલીનાં અને ચંપાના ખીલતાં ફૂલોને જાણે આ મધમાખીઓ સાવ વિસરી ગઈ હતી. મને થયું કે આ કાળી અને સોનેરી મધમાખીઓની આવતી-જતી હારના રસ્તે ચાલ્યો જાઉં તો મધમાખીઓએ જે વૃક્ષ પર મધપૂડો બાંધ્યો હોય ત્યાં સુધી પહોંચી જવાય. મધપૂડામાં ખુલ્લા પીળા રંગનું મધ છલકતું હશે. મધપૂડો શોધવો એ મહત્ત્વનું કામ હતું, બીજાં કામ પછી પણ થઈ શકે.
બપોરનો નાજુક તડકો મારા હૃદયમાં સ્પંદન જગાવી રહ્યો હતો. બોરડી પરની મંજરીઓને વળગેલી મધમાખીઓની માફક બપોર મને વળગી! હવે
મયણા
૯૭
For Private And Personal Use Only