________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પછી પરિસ્થિતિ પલટાઈ. તું મને લઈને રાતોરાત ભાગી. મને બચાવવા તેં આ કુષ્ઠરોગીઓના ટોળામાં મને સોંપી દીધો... મા, હું જીવી તો રહ્યો છું પણ કેવું ત્રાસમય જીવન છે મારું? તું ક્યારેક આવીને મને જોઈ જાય છે... મારું કુષ્ઠરોગથી ગ્રસિત શરીર જોઈને તારી આંખો ભરાઈ આવે છે... તું રડે છે... પણ તું મને અડી શકતી નથી... મારા માથે તારો હેતાળ હાથ ફેરવી શકતી નથી. તારા વાત્સલ્યભર્યા ખોળામાં મને લઈ શકતી નથી... તારી વિવશતા હું જાણું છું મા, છતાં મને તારા પર ગુસ્સો આવે છે... તારે મને જીવવા દેવો નહોતો જોઈતો... હું મરી જાત... તો તને થોડા દિવસ પુત્રવિરહની વેદના રહેત, પરંતુ પછી ધીરેધીરે એ વેદના દૂર થઈ જાત અને પછી કાકાનો ભય પણ તને ન રહેત... તું રાજમહેલમાં રહી શકત... આજે મારા જ કારણે તારે ગુપ્ત વેશે અને ગુપ્ત સ્થાને રહેવું પડે છે. તારા પર સતત ભયનાં વાદળ છવાયેલાં રહે છે...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા, હવે તો વર્ષો વીતી ગયાં, મારો બાલ્યકાળ વીતી ગયો. કિશોરઅવસ્થા ચાલી ગઈ અને યૌવનમાં મેં પ્રવેશ કર્યો છે. જેમ જેમ હું મોટો થતો જાઉં છું તેમ તેમ મને મારા અને તારા વિચારો ખૂબ સતાવે છે. હું એક રાજકુમાર અને તું એક રાજરાણી! વર્ષોથી આપણે ક્રૂર કાળનો અને અદૃશ્ય દુર્ભાગ્યનો સામનો કરતાં જીવી રહ્યાં છીએ. ક્યારેક એ ક્રૂર દુર્ભાગ્ય પર રોષે ભરાઈને માથાં પછાડ્યાં છે, મારી વિવશતા ૫૨ ક્રોધ આવ્યો છે અને એ ક્રોધ આંખો વાટે અશ્રુરૂપે ટપકી પડેલો છે. નિરાશાના ઘોર અંધારા વચ્ચે આપણે ક્યાં સુધી જીવવાનું?
મારી મા, એક દિવસ વહેલી સવારે પ્રભાતકાકાએ અને બીજા સાથી પુરુષોએ મારી પાસે આવીને કહ્યું : ‘ઉંબર! અમે સહુએ એક સારો નિર્ણય કર્યો છે!'
સમણા
હું કંઈ બોલ્યો નહીં. એ સહુની સામે જોઈ રહ્યો.
અમે તને અમારો રાજા બનાવવાનો નિર્ણય કર્યો છે! અમે સાતસો માણસો... તને અમારો રાજા બનાવીશું! આવતીકાલે આ જ અરણ્યમાં તારો રાજ્યાભિષેક કરીશું!'
હું કંઈ ના બોલ્યો. મૌન રહ્યો. સાંભળતો રહ્યો. મારા મનમાં વિચારો ઝબક્યા : ‘હું રાજા બનું કે પ્રજાજન રહું, અહીં શો ફરક પડવાનો છે?
For Private And Personal Use Only
૯૫