________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુરખો પહેરાવ્યો અને તે બંને કાકીને શોધવા બહાર નીકળ્યા. બે-ત્રણ કલાક પછી તેઓ આવ્યા. કાકીને ઘરમાં લઈ આવ્યા. પણ તેઓ ખૂબ માંદા પડી ગયાં હતાં. તેમને પેટમાં દુઃખાવો થયો અને બહારના ઝરણાનું પાણી પીવાથી ઊલટીમાં લોહી પડવા માંડ્યું. એ પાણી ઝેરી રસાયણથી દૂષિત થયેલું હતું. તેના લીધે એ પાણી પીનાર બીમાર પડી જતાં હતાં. એનો અર્થ એ જ હતો કે જીવનનો બાકીનો ભાગ અમારે કૂવાનું એ ગંધાતું પાણી જ પીવાનું હતું? ના, પીવાનાં ચોખ્ખાં પાણીની કોઈ આશા ન હતી. ઓહ.... કેવી દુર્ગધ છે એ પાણીની! કેવી ચીતરી ચડે છે એની? કોઈક ઉપાય વિચારીએ છીએ. શરીર પર કુષ્ઠરોગ વધી રહ્યો છે. સાતસોએ સાતસો પુરુષો રોગથી ત્રાસી ઊડ્યા છે. તારો ઉંબર.
પ્રિય મા, તને આ છેલ્લો કાગળ લખું છું. જોકે બધા કાગળ મારે તને હાથોહાથ જ આપવાના છે.
છેલ્લા કેટલાય દિવસોથી મને તાવ રહે છે અને પેટમાં સખત દુ:ખે છે. મને ખૂબ નબળાઈ લાગવાની શરૂઆત થઈ ગઈ છે. હવે હું પત્ર નહીં લખી શકું. કદાચ હવે હું લાંબો સમય આ જગતમાં નહીં હોઉં. મા, ત્યાં સુધીમાં તું અહીં આવી જઈશ તો આપણે મળી શકીશું. તને અહીં આવવાનું મન નથી થતું? હા, અહીં ખરેખર નરક જ છે... અમે સાતસો કુષ્ઠરોગી નરકમાં જ જીવીએ છીએ... અમારાં શરીરોમાંથી લોહી અને પરું ઝર્યા કરે છે. શરીરનાં અંગોપાંગ સડી ગયેલાં છે. દુર્ગધનો કોઈ પાર નથી... પણ અમે તો વર્ષોથી ટેવાઈ ગયા ને! તમારાથી, નગરજનોથી આ દુર્ગધ સહન ન થાય તેવી છે.
મા, મને ક્યારેક તારા પર તિરસ્કાર છૂટે છે. તેં મને એ અજિતસેનના સૈનિકો દ્વારા મારો વધ થવા દીધો હોત તો સારું થાત... આ દુઃખભરી દુનિયાથી છૂટી જાત.. બાકી, આવા યાતનામય જીવનનો કોઈ અર્થ નથી. જીવનનો કોઈ આનંદ નથી,
મને પ્રભાતકાકાએ કહ્યું હતું કે હું ચંપાનગરીનો રાજા હતો. હું બે વર્ષનો હતો ને મારો રાજ્યાભિષેક થયો હતો... કારણ કે મારા પિતારાજા અચાનક મૃત્યુને ભેટ્યા હતા. હું બે વર્ષ સુધી રાજા રહ્યો અને
૯૪
મયણા
For Private And Personal Use Only