________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિય મા,
થોડી મિનિટો પહેલાં જ કીટુ ગુજરી ગયો. મને ખબર નથી કે તેને શી તકલીફ હતી. હું તેને આખો દિવસ રડતો જ જતો. તેના માથાના અને શરીરના બધા વાળ ખરી પડયા હતા. અને તેના નખ પણ ઉખડી ગયા હતા. તેની આંખો લોહી જેવી લાલઘૂમ થઈ ગઈ હતી. તેનું આખું શરીર ચકામાં અને ડાઘથી ભરપૂર હતું. બિચારો કીટુ! તેને આવી રીતે પીડાતો હું જોઈ શકતો ન હતો. હું ખૂબ જ ડરી ગયો છું ને હૃદયની બધી વેદના ઠાલવું છું. તારો ઉંબર. પ્રિય મા,
મને ખબર નથી કે હું તને શા માટે પત્રો લખ્યા કરું છું. મને એ પણ ખબર નથી કે એ તને પહોંચશે કે નહીં? ક્યારેક હાથમાં મશાલ લઈ કાકા બહાર જાય છે. બહાર અતિશય ઠંડી છે. અંદર પણ ઘણી ઠંડી છે. અમે ખૂણામાં અગ્નિ પેટાવીએ છીએ. અમારું બધું કામ અમે તેના પ્રકાશમાં જ કરીએ છીએ. બળતણ માટે લાકડાં લાવવાનાં હોય તો કાકા બહાર નીકળે છે. તેઓ બહાર જાય ત્યારે બુરખા જેવો વિચિત્ર પોશાક પહેરે છે. ત્યારે તેઓ ભૂત જેવા લાગે છે. તેમને આવા વેશમાં જોઈ મને હસવું આવે છે.
વૈદ્યકાકા મારી સાથે હવે રમતા નથી. કીટુના મૃત્યુ પછી તેઓ એકલાઅતડા જ રહે છે. અને હવે તેમનો તમાકુનો સ્ટોક ખલાસ થઈ ગયા પછી તેમના મનોરંજન માટે, પણ કંઈ બચ્યું નથી. કાકી બહુ બોલકાં ન હતાં. પણ હવે હું જોઉં છું કે તેઓ જાત સાથે વાતો કરતા હોય છે. કાકા પણ ઘણી વાર વાતો કરતા હોય છે પણ છાનીમાની; ગુસપુસ જ.
મારી સાથે કોઈ વાતો નથી કરતું. મને ખૂબ એકલું લાગે છે તેથી હું તાપણાના અજવાળે તને કાગળ લખું છું. મારા મનમાં જે કંઈ આવે તે હું તને લખું છું. આપણે મળીશું ત્યારે હું જ તને આ બધા કાગળો રૂબરૂ આપીશ. બરાબર ને?, તારો ઉંબર.
પ્રિય મા, કેટલાક દિવસો પહેલાં એક બપોરે પ્રકાશનો ઝબકારો થયો અને અમારું બપોરનું રોજિંદુ ખાણું પૂરું કરી પેલું ગંદું પાણી પીતા હતા, એટલામાં તો કાકીએ ઓચિંતાની ચીસ પાડી અને બહાર દોડી ગયાં. વૈદ્યકાકા તેને શાંત પાડવા બહાર દોડી ગયા પણ પ્રભાતકાકાએ તેમને રોક્યા. પેલો વિચિત્ર
માણા
For Private And Personal Use Only