________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે જ મને ખબર નથી. આટલા દિવસોથી સૂરજ ઊગ્યો જ નથી. બધે અંધારું... ચારેય તરફ માત્ર અંધારું છે. હું ખૂબ કંટાળી ગયો છું. પણ હું શું કરી શકું? ' અરે, એક વાત કહેવાની તો ભૂલી જ ગયો. તને કાગળ લખ્યા પછી અમે અમારું રહેઠાણ બદલીને ભોંયરામાં રહેવા ગયા છીએ. કાકા કહે છે : યુદ્ધ શરૂ થઈ ગયું છે. જોકે હવામાં ખૂબ ધૂળ છે. પહેલાં થોડા દિવસ તો અમે શ્વાસમાં ધૂળ લેતા હતા. ખરેખર ધૂળ જ ખાતા હતા. રૂમાલને અમે ફિલ્ટર તરીકે વાપરતા. હવે ધૂળ થોડી ઓછી થઈ છે. પણ અંધારું એમનું એમ જ છે. આ કેવા પ્રકારની લડાઈ હશે?
કાકા કહે છે કે આ બધું ભારે બાણવર્ષાના લીધે થયું છે. જ્યાં સુધી વાતાવરણમાંથી ધૂળ હેઠી નહીં બેસી જાય ત્યાં સુધી પ્રકાશ નહીં થાય. ખરેખર પ્રકાશ આવશે? હું તો ગાંડો થઈ જઈશ. અમારા ભોંયરામાં જે પાણી છે તે તો સાવ ખરાબ છે. આ પાણી ખૂબ ગંધાય છે. અમારે તે પીવું પડે છે. બીજો કોઈ ઉપાય નથી. પરિણામે અમારો કુષ્ઠરોગ વધુ વકરી રહ્યો છે. જોકે હવે એ પાણી પીવામાં અમે ટેવાઈ ગયા છીએ. નહિતર બીજું કરી પણ શું શકાય? કાકા કહે છે : કેટલાક દિવસ અમારે આ પાણી જ પીવું પડશે.
ત્યાં બધું કેમ છે? ત્યાં પણ અંધારું છે? તમે તો ત્યાં આવું ગંદું પાણી નહીં જ પીતા હો, તમને તો ત્યાં ચોખ્ખું પાણી મળતું હશે? અહીંના જેવું ગંધાતું નહીં હોય?
જ્યારથી અહીં અંધારું થયું છે ત્યારથી મારો મિત્ર કીટુ માંદો પડ્યો છે. તે આખો દિવસ ઊંધ્યા જ કરે છે. અમે પણ દિવસનો મોટો ભાગ સૂતા જ રહીએ છીએ. પણ અમારી પાસે તો એકબીજાને કહેવા જેવી વાતો પણ હોય છે. જ્યારે ફીટુ તો કંઈ જ બોલતો નથી. આખો દિવસ તે દર્દના ઊંહકારા નાંખ્યા કરે છે. તેના આખા શરીરે કુષ્ઠરોગ ફેલાઈ ગયો છે.
મને મારો પત્ર અહીં જ પૂરો કરવા દે. હું થાકી નથી ગયો પણ બહાર એટલી બધી ઠંડી છે કે મારા હાથ લાકડાના થઈ ગયા છે. મા, તું સારી હશે. તારા ઉબરના પ્રણામ.
૯૨
મય
For Private And Personal Use Only