________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લીલોતરી જ લીલોતરી છે. હવે મેં જોયું કે પ્રકૃતિ-સૌંદર્ય શું છે. સવારે અહીં જાતજાતનાં સુંદર પક્ષીઓ દેખાય છે. તું તો તેમને જોઈને પાગલ થઈ ગઈ હોત! તું અહીં અમારી સાથે કેમ નથી આવી જતી? આપણને અહીં એટલી બધી મજા પડી ગઈ હોત! હજુ મારે તને કશુંક વધારે કહેવું છે.
અમે અહીં એક પર્વતીય ગુફામાં રહીએ છીએ. આ ગુફા એક નાનકડી ટેકરી પર છે. આ એક અઘોરી બાવાની જગા હતી. અહીં ભોંયતળિયામાં એક કૂવો છે. શું કોઈ દિવસ કલ્પના પણ આવે? પણ કૂવાનું પાણી ખૂબ ગંધાય છે. તેથી અમે તેનો ઉપયોગ નથી કરતા. નજીકમાં જ એક ઝરણું વહે છે. તેમાંથી અમે પીવાનું પાણી ભરીએ છીએ. ઉનાળાના વૈશાખમાં પણ આ પાણી ઠંડુંગાર હોય છે.
અહીં અમારી સાથે એક બંગાળી કાકા છે. હું તેમને વૈદકાકા કહું છું. તેઓ આખો દિવસ હૂકો ગગડાવ્યા કરે છે! બાકી આમ બહુ સારા છે. તેઓ મારી પાસે વાતો કરે છે. પત્તાં રમે છે અને સરસ ગીતો ગાય છે.. પણ બિચારા... તેમનું નાક સડી ગયું છે. પગ પણ સડી ગયા છે. તેમનાં પત્ની બંગાળીના સુપ્રસિદ્ધ લેખિકા છે. તેઓ તેમના દીકરા સાથે મળવા આવ્યાં છે. દીકરો કીટુ ખૂબ જ મજાનો છે. મેં તેની સાથે દોસ્તી કરી છે. તેની સાથે રમવાની ખૂબ મજા આવે છે. તે મને “દાદા કહે છે ને મારી સાથે સાથે ફર્યા કરે છે.
મા, હું તને ખૂબ યાદ કરું છું. દિવસમાં હજાર વાર. તું મને યાદ કરે છે કે ભૂલી ગઈ? તે હજુ સુધી મને કેમ કાગળ લખ્યો નથી? અમારા પ્રભાતકાકા અઠવાડિયામાં બે વાર શહેરમાં જાય છે.... પાછા વળતાં પત્ર લેતા આવે છે. હું આતુરતાથી તારા પત્રની રાહ જોઉં છું. કોઈક દિવસ તો તેઓ તારો કાગળ લાવશે ને?
મારી મા, અહીં ઘનઘોર અંધારું છે. કઈ તિથિ છે તે ખબર નથી. તે દિવસે મેં જે અંધારાની વાત કરી હતી, તે હજુ ચાલુ છે. અમે આખો દિવસ પડ્યા રહીએ છીએ. જ્યારે ભૂખ લાગે ત્યારે ઊઠીને ખાઈએ ને પાછા સૂઈ જઈએ. અને શું ખાઈએ? માત્ર કઢી! રોજ કઢી જ! દિવસો વિશે વિગતવાર તને કહી ન શકું. કારણ કે કેટલા દિવસો વીતી ગયા
મા
For Private And Personal Use Only