________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१४
‘મા, તું તો મને કુષ્ઠરોગીઓને ભળાવીને ચાલી ગઈ હતી. હું તો ત્યારે સાવ નાનો હતો. મા વિના ન જીવી શકાય, એવી મારી સ્થિતિ હતી. પણ તું મને કારણોસર કોઢી-વસ્તીમાં મૂકીને, પ્રભાતકાકાને ને શિખરકાકાને સોંપીને ચાલી ગઈ હતી. હું ઘણા દિવસ રહ્યો હતો. તારી પાસે આવવા ધમપછાડા કર્યા હતા. મેં ઘણા દિવસ સુધી ખાધું ન હતું... ભૂખ્યો ને તરસ્યો સૂઈ જતો હતો.
૯૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા! તારા વિના મેં માથાં પછાડ્યાં હતાં... મને ક્યાં ખબર હતી કે મારો કાકો દુશ્મન બનીને મને મારી નાંખવા ઇચ્છતો હતો! પ્રભાતકાકા અને શિખરકાકા મને જીવની જેમ જાળવતા હતા. મને એકલાને જરા ય દૂર જવા દેતા ન હતા. તેમણે મારા માટે એક સુંદર ગુફા પસંદ કરી હતી. એમાં સુંવાળું બિછાનું પાથરેલું હતું. જમવા માટે ચાંદીની થાળી રાખી હતી. તેઓ કેમ મારા માટે પક્ષપાત કરતા હતા, તે મને શરૂઆતમાં નહોતું સમજાતું.’
મારા શરીર પર પણ કુષ્ઠરોગ ફેલાવા લાગ્યો હતો. મારા એક હાથનાં આંગળાંનાં ટેરવાં ખરી પણ પડ્યાં હતાં. મારા પગની આંગળીઓ પણ સડવા લાગી હતી... છતાં મારા જમણા હાથની હથેળી અને આંગળીઓ નીરોગી હતી.
મારી મા, મને તારા પર ઘણી વાર ગુસ્સો આવતો. તેં મને આપેલું વચન તું ભૂલી ગઈ હતી. મેં કહ્યું : જા તારી કિટ્ટા છે! તું અહીં આવવાની હતી, ન આવી. સમાચાર પણ ન મોકલ્યા... અહીં કાકા કહે છે કે ત્યાં વૈશાલીમાં ખૂબ જ અશાંતિ છે. મગધ અને વૈશાલી બે મહાસત્તાઓ લડાઈના આરે આવીને ઊભી છે અને તેથી દરેક ભયભીત છે. આસપાસ એટલા ભય, આશંકા અને ગૂંચવાડો છે કે પત્રો પણ નિર્ધારિત સ્થાને પહોંચતા નથી.
મા, આ જંગલ હવે મને ગમ્યું છે. એ ખૂબ સુંદર છે. ચારેય તરફ
For Private And Personal Use Only
પ્રણા