________________
સંયમી અને એ સહિષ્ણુતા વિનાનો ?
મનની બાલદીમાં નવરાશનું છિદ્ર ?
સંસારી માણસ પોતાની સજ્જનતાની ખાતરી જો
ઉદારતા દ્વારા કરાવે છે તો સંયમી એવા આપણે આપણી સજ્જનતાની ખાતરી સહિષ્ણુતા દ્વારા કરાવતા રહેવાનું છે. સાધુ અને એ અસહિષ્ણુ ? વાતાવરણની પ્રતિકૂળતા સંયમીને દુર્ગાનગ્રસ્ત બનાવી દે? પ્રતિકૂળ પરિસ્થિતિ સંયમીને દુર્ગાનમાં ખેંચી જાય ? પ્રતિકૂળ વસ્તુઓ સંયમીના મનને ખળભળાવતી રહે ? પ્રતિકૂળ વર્તન કરતી વ્યક્તિઓ સંયમીના મનને દુર્ભાવની શિકાર બનાવતી રહે ? ના. સાકર વિનાની મીઠાઈ નહીં, મીઠા વિનાનું ફરસાણ નહીં, ચટણી વિનાની ભેળ નહીં, બસ, સહિષ્ણુતાવિનાનો સંયમી નહીં!
‘એ માણસ વધુદુ:ખી છે કે જેની પાસે સમયશક્તિ વાપરવાની કળા કરતાં વધુ સમય અને વધુ શક્તિ છે' ક્યાંક વાંચવામાં આવેલ આ વાક્ય આપણને એટલું જ કહે છે કે સમય ભલે તમારી પાસે ચોવીસ કલાકનો જ છે, કામ તમે પચીસ કલાકનું રાખજો. શક્તિ તમારી પાસે ભલે મર્યાદિત છે, એના અમર્યાદ ઉપયોગ માટે તમારા મનને સતત ઉત્સાહસભર રાખજો.
ટૂંકમાં, સંયમજીવનમાં તમે ‘નવરા’ ન જ રહો. છિદ્ર મળતાં જ પાણી જેમ જમીનમાં ઊતરી જાય
છે તેમ મનની નવરાશ જોતાં જ શેતાન એવો મોહ એમાં દાખલ થઈ જઈને સંયમજીવનને રફેદફે કરી નાખે છે. સાવધાન!
૧૩