________________
&
Y
:
પર,
મનની ચાવીને સમ્યક દિશામાં ફેરવીએ
આશંકિત મન : આતંકિત હદય : ખતરનાક
જળને કેવળ કાદવનું સર્જક જ માની લેવાની જરૂર નથી, કાદવવાળા પગને ધોવામાં સહાયક પણ એ જ જળ બનતું હોય છે. | મન માત્ર સંસારનું સર્જક નથી. સંસારના અનાદિકાલીન પરિભ્રમણને સમાપ્ત કરી દેવામાં આત્માને માટે એ સહાયક પણ એટલું જ છે.
આનો અર્થ ? આ જ કે મન એ એક એવી ચાવી છે કે જેનાથી આત્મગુણોનું તાળું બંધ પણ થઈ જાય છે અને બંધ થઈ ગયેલું આત્મગુણોનું તાળું ખુલી પણ જાય છે. પ્રશ્ન છે આપણે એ ચાવી કઈ તરફ ફેરવીએ છીએ?
શું કહું ? જે સંયમજીવન આજે આપણાં હાથમાં છે એ સંયમજીવન સિવાય આ જગતમાં બીજું કોઈ એવું જીવન નથી કે જે જીવનમાં આપણે મનની ચાવીને સમ્યદિશામાં ફેરવી શકીએ. જોઈ લઈએ. મનની ચાવી આપણી સમ્યદિશામાં જ ફરી રહી છે ખરી?
પ્રભુમાં આપણે ભળવાનું છે અને પ્રભુએ જેઓને પોતાની કરુણાના ભાજન બનાવ્યા છે એ આ સંસારના સમસ્ત જીવો સાથે આપણે ઠરવાનું છે. કયાં પરિબળો એવા છે કે જે આપણને નથી પ્રભુમાં ભળવા દેતા કે નથી જીવો સાથે ઠરવા દેતા? જવાબ આ પ્રશ્નનો સાવ સરળ છે. આશંકિત મન આપણને પ્રભુમાં ભળવા નથી દેતું અને આતંકિત હૃદય આપણને જીવો સાથે ઠરવા નથી દેતું. સમ્યફદર્શન છે શું ? શંકા વિનાનું મન, ઉપશમભાવ છે શું ? આતંક વિનાનું હૃદય. સંસારના ક્ષેત્રમાં સર્વોચ્ચ , સામ અને સર્વોત્કૃષ્ટ કહી શકાય એવું સંયમજીવન
આપણાં હાથમાં છે. અને એ પછી ય શંકામુક્ત મનના અને આતંકમુક્ત હૃદયના જો આપણે સ્વામી ન બની શક્યા તો પછી એ સભાગ્ય આપણે પામશું કઈ ગતિના ક્યા જીવનમાં?