________________
નબળાઈ કબૂલ કરવી એ ય તાકાત
દર્દથી દૂર, વિકાસની સંભાવના પર પૂર્ણવિરામ
- બ ળ વાન ' બનવું એ તો એ તાકાત છે જ;
પરંતુ નબળાઈ કબૂલ કરવી એ ય તાકાત છે. કમ સે કમ આપણે આ તાકાતના તો માલિક બની જઈએ ! યાદ રાખજો. અજ્ઞાનનો સ્વીકાર જેમ ધીમે ધીમે અજ્ઞાનથી મુક્ત કરી દે છે તેમ નબળાઈનો હૃદયગત સ્વીકાર પણ આત્માને નબળાઈથી મુક્ત કરી દે છે !
અનુશાસન, આજ્ઞાપાલન જીવનમાં એક જાતનું દર્દ જરૂર લાવે છે; પરંતુ કામચલાઉ એ દર્દને જો વેઠી. લેવામાં આવે છે તો એ દર્દ આત્માનો જે વિકાસ કરે છે તે કાયમી હોય છે. પણ સબૂર ! આજ્ઞાપાલનજન્ય કામચલાઉ દર્દથી,
'જે ભાગતો ફરે છે ' એ આત્મા કાયમી વિકાસની સંભાવનાથી દૂરસુદૂર ધકેલાઈ જાય છે. સાવધાન!
૩૫
૩૬