________________
કેવી હોવી જોઈએ ? અન્યાયની કોઈ સ્મૃતિ નહીં, ઉપકારની કોઈ વિસ્મૃતિ નહીં. આ જ કે બીજી કોઈ ?
મને લાગે છે કે લાગણીની જગ્યાએ સંપત્તિ વાપરનારો જેમ કુટુંબમાં માર ખાઈ જાય છે તેમ હૃદયની ભાષા વાપરવાની જગ્યાએ બુદ્ધિની ભાષા બોલવા લાગનારોય કુટુંબમાં માર જ ખાઈ જાય છે અને તારી બાબતમાં આ જ બન્યું છે. તારી પાસે ફાટફાટ થતી યુવાની છે, અમાપ સંપત્તિ છે અને ધારદાર બુદ્ધિ છે. આ યુવાની, સંપત્તિ અને બુદ્ધિની ગરમીએ તારા હૃદયની લાગણીના પુષ્પને સૂકવી નાખ્યું છે.
નહિતર તું આવી કનિષ્ઠ મનોવૃત્તિનો શિકાર બની જ શી રીતે શકે ? બળવો અને એય જન્મદાતા મમ્મી-પપ્પા સામે ? આક્રોશ અને એય જીવનદાતા મમ્મીપપ્પા સામે ? ગુનેગાર ચીતરવાની વાત અને એય સંસ્કારદાતા મમ્મી-પપ્પાને ? એક વાત કદાચ તારા ધ્યાનમાં ન હોય તો લાવવા માગું છું. સંપત્તિના નુકસાનના આધાતને જીરવવો માણસ માટે સહેલો છે, બગડેલા સ્વાસ્થનો આધાત માણસ હજી કદાચ જીરવી જાય છે, બે-આબરૂ થઈ જવાના આઘાતને જીરવી જવામાંય માણસને હજી કદાચ બહુ વાંધો નથી આવતો; પણ નંદવાતી રહેલી લાગણીના આઘાતોને જીરવી જવાનું માણસને ભારે અકારું થઈ પડે છે અને ક્યારેક તો આઘાતોને જીરવી જવાની અસમર્થતામાં જ માણસ આપઘાતના માર્ગે જઈને જીવન પણ ટૂંકાવી બેસે છે.
મમ્મી-પપ્પા પ્રત્યેનું તારું અત્યારનું ઠંડું વલણ અને ગલત વર્તાવ એ એમની તારા પ્રત્યેની લાગણીઓ પરનું સીધું આક્રમણ જ છે એ ખ્યાલમાં રાખજે. એમનો બરછટ સ્વભાવ કદાચ તારી મોજમજા પર આક્રમણ કરનારો બની રહ્યો છે જ્યારે તારી કૃતઘ્ની સ્વભાવ તો એમની કોમળ લાગણીઓ પર કુઠારાઘાત કરનારો બની રહ્યો છે એનો તને ખ્યાલ છે ખરો ?
દર્શન,
એક કાલ્પનિક દષ્ટાન્ત દ્વારા આ પત્રમાં તને પૂર્વપત્રમાં જણાવેલી હકીકતની સત્યતાની પ્રતીતિ કરાવવા માગું છું. લુહાર અને સોની બન્ને વચ્ચે એક નાનકડી દુકાન. બન્ને જણા સાથે કામ કરે. લુહાર લોખંડ ટીપી ઓજારો બનાવે. સોની સોનું ટીપી ઘરેણાં બનાવે. એક વાર બન્યું એવું કે લોખંડના ટુકડાને ટીપતાંટીપતાં લુહારનો હથોડો ટુકડાની ધાર પર પડ્યો અને એ ટુકડો ઊછળીને સીધો બાજુમાં ભઠ્ઠીમાં સોની સોનાને ટીપી રહ્યો હતો ત્યાં પડ્યો. ઘણા વખતથી સોનાના ટુકડાના મનમાં લોખંડના ટુકડાને એક પ્રશ્ન પૂછવાની ઇચ્છા હતી પણ ગમે તે કારણસર એમાં એને સફળતા નહોતી મળતી, પણ આજે જ્યારે સામે ચડીને જ લોખંડનો ટુકડો પોતાની બાજુમાં આવી ગયો હતો ત્યારે એને લાગ્યું કે મનમાં ઘુમરાતી શંકાનું સમાધાન કરી જ લેવા દે.
પૂછવું એણે લોખંડના ટુકડાને, ‘લોખંડભાઈ ! એક પ્રશ્નનો જવાબ આપશો ?” ‘પૂછો.'
‘ભઠ્ઠીમાં નાખી લુહાર જો તમને ટીપે છે તો ભઠ્ઠીમાં નાખી સોની મનેય ટીપે છે. વેદના જો તમને થાય છે તો મનેય કાંઈ ઓછી વેદના થતી નથી પણ હું એવો લાંબો કોઈ અવાજ કર્યા વિના સોનીના હાથનો માર ખાઈ લઉં , જ્યારે તમે તો માર ખાતા-ખાતાં કેટલો ભારે અવાજ કરો છો ! મારે એ જાણવું છે કે આટલો બધો અવાજ કરવા પાછળનું કારણ શું છે?'
સોનાના ટુકડાનો આ પ્રશ્ન સાંભળીને લોખંડના ટુકડાની આંખમાં આંસુ આવી ગયાં. રડતાંરડતાં એણે જવાબ આપ્યો-“સોનાભાઈ ! તમારી વાત સાચી છે. સમાન વેદના છતાં મારો અવાજ તમારા કરતાં મોટો કેમ ? તો સાંભળો એનો જવાબ. તમને હથોડીનો માર પડે છે એ વાત સાચી પણ તમને મારનારો તમારો જાતભાઈ નથી જ્યારે મારા પર જે હથોડો તૂટી પડે છે એ આખરે તો મારો જાતભાઈ છે. બહારવાળાં મારી જાય એની વેદના તો હજી કદાચ સહન થઈ જાય, પણ મારનારો
જ્યારે ઘરનો જ છે એવો ખ્યાલ આવી જાય ત્યારે એની વેદના તો અસહ્ય જ બની જાય ! હવે તમે જ કહો, માર ખાતાખાતાં મારાથી ચીસ પડાઈ જાય એમાં
દર