________________
પપ્પા પણ લાગણીનાં જ અધિકારી બન્યાં રહેવાં જોઈએ. તિરસ્કારને પાત્ર તો
ક્યારેય ન જ બનવાં જોઈએ. આ ગણિતને એ અસ્થિમજ્જા બનાવી દે અને છેલ્લી વાત પ્રેમ એક એવો તાંતણો છે કે જેને આપણે આપણી જ બાજુ ખેંચ્યા કરીએ છીએ તો એ તૂટી જાય છે અને સામા તરફ રાખીએ છીએ તો એ વધુ ને વધુ મજબૂત થતો જાય છે. આ વાત તમારે બન્નેએ નજર સમક્ષ રાખવાની છે.
મેં અને તે, આપણે સહુએ વિરાટ અનંતકાળના સંસારું પરિભ્રમણમાં આ જ ભૂલ કરી છે. બધાએ મને જ પ્રેમ આપવો જોઈએ, મારા પ્રત્યે બધાએ લાગણી દર્શાવવી જોઈએ, મારી કદર બધાએ કરવી જોઈએ. આ ગણિતને આધારે આપણે જીવન જીવ્યા છીએ અને એના જ કારણે આપણે સહુના તિરસ્કારપાત્ર બન્યા છીએ પણ, હવે એ ગણિતને ઉલટાવી દઈએ. મારે સહુને પ્રેમ આપવો છે, સ્નેહ આપવો છે, લાગણી આપવી છે. આ ગણિતને જીવનમાં સાચા અર્થમાં અમલી બનાવવા લાગીએ. જે ચમત્કાર સર્જાશે એ આપણી કલ્પના બહારનો હશે.
હવે ઘરમાં સભળાતી નથી. સહુ પોતપોતાના કર્તવ્યપાલનમાં મસ્ત છે. તડાફડીના શબ્દો સંભળાતા ઘરમાં બંધ થઈ ગયા છે. ખડખડાટ હાસ્યનો અવાજ વારંવાર સંભળાયા કરે છે. પપ્પા પાસે જઈને મેં જ્યારે બધા જ હકો ‘છોડી દીધા'ની જાહેરાત કરી ત્યારે આશ્ચર્યજનક રીતે પપ્પાએ મને કહી દીધું કે હવેથી આ ઘરનો વહીવટ તારે જ કરવાનો છે.
મમ્મી પાસે જઈને મારી પત્નીએ ‘તમે કહેશો એ પ્રમાણે જ આ ઘરમાં હવે મારે રહેવાનું છે'ની વાત કરી ત્યારે પોતાની કેડે ભરાવેલી ચાવીને કાઢીને મારી પત્નીના હાથમાં આપતાં મમ્મી એટલું જ બોલી કે ‘દીકરી ! બે પૈસા ધર્માદામાં વાપરવા હશે ત્યારે તો તું મને આપીશ ને ?’ કલ્પના પણ નથી કરી શકતો હું કે અત્યારે અમે સહુ ઘરમાં રહીએ છીએ કે સ્વર્ગમાં ?
આજે ખ્યાલ આવે છે કે ઘરને ફર્નિચરની સજાવટથી ભવ્ય બનાવવાનું કામ તો પૈસા કરી દે છે પણ ઘરને પ્રસન્નતાથી હર્યુંભર્યું બનાવી દેવાનું કામ તો પ્રેમ વિના શક્ય જ નથી. આનંદ અત્યારે એ વાતનો થાય છે કે સારું થયું, મમ્મી-પપ્પાની હાજરીમાં જ અમારી ખોપરી ઠેકાણે આવીગઈ, તો સાથોસાથ એ વાતનું દુઃખ પણ થાય છે કે કાશ, સમજણની વયમાં જ આ બધી વાતો સમજાઈ ગઈ હોત ! ખેર, પ્રેમના, સહનશીલતાના, સહૃદયતાના આવા સુંદર અનુભવ પછી એક શાયરની લખેલી પંક્તિઓ અત્યારે આંખ સમક્ષ આવી જાય છે :
સાંકડું વર્તુળ કરે, એનું જીવન મરતું રહે, જે વસંતો વેરતા, એને નવું મળતું રહે.”
સ
મહારાજસાહેબ,
આપનો આભાર માનવા માટે કોઈ શબ્દો જડતા નથી. ઉકરડાની દિશા તરફ દોટ લગાવી ચૂકેલાં કદમને આપે સમ્યફ માર્ગદર્શન આપવા દ્વારા ઉધાનની દિશા તરફ વાળી દીધાં છે, ધગધગતા જ્વાળામુખી સાથે પ્યાર જમાવવા તૈયાર થઈ ચૂકેલા હૃદયને આપે સમ્યક સમજણ આપવા દ્વારા હિમાલય સાથે પ્યાર કરતું કરી દીધું છે, કૃતજ્ઞતાના પાપે રાક્ષસવંશનું પ્રતિનિધિત્વ ધરાવી રહેલા મનને આપે સુંદર હિતશિક્ષા આપવા દ્વારા કૃતજ્ઞતાનું પ્રતિનિધિત્વ ધરાવી રહેલા દૈવી વંશનું બનાવી દીધું છે, સંઘર્ષો દ્વારા જંગલતુલ્ય બની ગયેલા ઘરને આપે પ્રેરણાનું પિયૂષ પાન કરાવવા દ્વારા નંદનવન તુલ્ય બનાવી દીધું છે.
ઘરમાં આજે માત્ર શાંતિ જ નથી, આનંદ પણ છે. સ્વસ્થતા જ નથી, પ્રસન્નતા પણ છે. ઉદ્વિગ્નતાનો અભાવ જ નથી, મસ્તીની અનુભૂતિ પણ છે. હકની વાતો