________________
અને દીકરાનો આ જવાબ સાંભળતાની સાથે જ બાપના પેલા મિત્રે પોતાની બ્રીફકેસ ખોલી. એમાંથી એક કાગળ કાઢ્યો અને દીકરાના હાથમાં પકડાવી દીધો. ‘વાંચી લે તું આ.’ અને જ્યાં દીકરાએ કાગળ વાંચ્યો, એ સ્તબ્ધ થઈ ગયો.
‘આ સાચું છે?'
હા.'
મિત્ર એટલું જ બોલ્યો અને પળના વિલંબ વિના દીકરો દોડીને એના પપ્પા પાસે પહોંચીને રડવા જ લાગ્યો. ‘પપ્પા ! મને માફ કરી દો. મારી પત્નીની ચડામણીથી મેં તમને ઘર છોડી જવાનો ઑર્ડર કરેલો. મારા જેવા નાલાયકને જે સજા કરવી હોય તે કરો પણ પપ્પા...' દર્શન, શું હતું એ કાગળમાં એની વાત હવે પછીના પત્રમાં.
પણ, તારા પપ્પા મક્કમ હતા. કચવાતા મને મેં એમને હા પાડી અને પ્રસન્ન ચિત્ત હૉસ્પિટલમાં દાખલ થઈને તારા પપ્પાએ પોતાની એક કિડની કઢાવી નાખી.
એની જે રકમ આવી એ રકમ લગાવી દીધી તારા ભણતર પાછળ, આજે તું ડૉક્ટર બની શક્યો છે એની પાછળ તારા પપ્પાનું આ બલિદાન છે, આ ભોગ છે. આવા પ્રેમાળ બાપને એમની પાકટ વયે માત્ર પત્નીની ચડામણીથી ઘર બહાર નીકળી જવાનો ઑર્ડર કરતાં તને શરમ ન આવી?' અને પપ્પાના મિત્રના મુખે ભૂતકાળની આ ઘટના સાંભળી દીકરો હીબકાં ભરી ભરીને રડવા લાગ્યો.
‘પપ્પા ! કુળદીપક બનવાને બદલે હું કુલાંગાર પાક્યો ! દીપક તો પ્રકાશ આપીને સામાને ઠારે છે પણ અંગારો ભડકો પેદા કરીને સામાને બાળે છે. હું અંગારો બન્યો છું. આપને આ ઉંમરે ઠારવાને બદલે બાળનારો બન્યો છું. મને જે સજા કરવી હોય તે કરો. આજ પછી આપના દિલને ઠેસ પહોંચે એવો એક પણ શબ્દ મારા મોઢામાંથી નહીં નીકળે. મારી પત્નીને કહી દઈશ કે આ ઘરમાં પપ્પા તો રહેશે, રહેશે ને રહેશે જ. એને રહેવું હોય તો રહે અને નહિતર રવાના થાય એને પિયર !'
| દર્શન, કયા દીકરા પાસે બાપે પોતાના આવા બલિદાનની વાત કરી છે? કયો દીકરો પોતાના બાપ પાસે બેસીને શાંત ચિત્તે એમણે પોતાની પાછળ આપેલા ભોગની વાત સાંભળવા તૈયાર થયો છે ? હું બીજાની વાત નથી કરતો, તને જ કહું છું. મન થાય તો એક વાર મમ્મી-પપ્પાને તારો ભૂતકાળ ઉખેળવા મજબૂર કરી જોજે. તને જે સાંભળવા મળશે એ મમ્મી-પપ્પા માટે તારા મનમાં ભરાયેલા તમામ કચરાને રવાના કરી દીધા વિના નહીં રહે.
$
ક
દર્શન,
એ પત્ર હતો હૉસ્પિટલમાંથી મળેલા સર્ટિફિકેટનો. એમાં જણાવવામાં આવ્યું હતું કે ‘પિતાજીએ રાજીખુશીથી પોતાની કિડની કાઢી લેવાની સંમતિ આપી છે.' દીકરાને પહેલી વાર ખ્યાલ આવ્યો કે પપ્પા માત્ર એક જ કિડની પર જીવન પસાર કરી રહ્યા છે, પણ શું કામ ? પપ્પાને કિડની કાઢી લેવાની સંમતિ આપવી પડી શું કામ ? એણે પળનાય વિલંબ વિના પપ્પાને આ પ્રશ્ન પૂછડ્યો. પપ્પા આ પ્રશ્નનો જવાબ આપવાની સ્થિતિમાં નહોતા.
પપ્પાના મિત્રે જ જવાબ આપ્યો, ‘એ દિવસોમાં તારા પપ્પાની આર્થિક સ્થિતિ સારી નહોતી. અને તને ભણાવવા માટે પૈસા મેળવ્યા વિના ચાલે તેમ નહોતું. આમ તો તને એ કૉલેજમાંથી ઉઠાડી લેવાની ગણતરીમાં હતા પણ આગળ ભણવાનો તારો આગ્રહ ભારે હતો અને એમાંય તારે મેડિક્લ લાઇનમાં જ જવું હતું. ખૂબ મથામણને અંતે તારા ભાવિને ઉજ્જવળ બનાવવા તારા પપ્પાએ કિડની કઢાવી નાખીને એની જે રકમ આવે એ રકમમાંથી તને ભણાવવાનું નક્કી કર્યું.
આમાં આગળ વધતાં પહેલાં એમણે મારી સલાહ લીધી અને હું એ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. ‘દીકરાને આગળ ભણાવવા બાપના પોતાના જીવન સાથે ચેડાં ?”