________________
એટલી જ તકેદારી તારે રાખવાની છે. એક નાનકડા દૃષ્ટાન્ત દ્વારા તને આ વાત સમજાવું. બપોરના બાર વાગ્યા છે. તારે ઑફિસે જવાનો સમય થઈ ગયો છે. તું તૈયાર થઈને જેવો ઘરની બહાર પગ મૂકવાની તૈયારી કરે છે ત્યાં તારા કાને પપ્પાને ઠંડીનો તાવ ચડ્યો છે'ના શબ્દો પડે છે.
બુદ્ધિ કહે છેઃ અત્યારે ઑફિસે જવું જોઈએ કારણ કે ધંધાનો ઑર્ડર મળવાની શક્યતા છે. હૃદય કહે છે અત્યારે પપ્પા પાસે જ બેસવું જોઈએ, કારણ કે આ તો તાવની શરૂઆત છે. સમયસર જો ઉપચાર થઈ જાય તો તાવ કાબૂમાં આવી જાય અને એમાં જો ઉપેક્ષા થાય તો શક્ય છે કે સ્વાસ્થ્ય વધારે પણ કથળી જાય.
બસ, આવા પ્રસંગે થતા બુદ્ધિ અને હૃદય વચ્ચેના સંઘષમાં બુદ્ધિ ન જીતે અને હૃદય જ જીતે તેની કાળજી રાખવામાં જો તું ફાવ્યો તો તારું વર્તમાન હૃદયપરિવર્તન દીર્ઘજીવી બની ચૂક્યું જ સમજજે. આ વાત હું તને સમજીને કરી રહ્યો છું કારણ કે મને બરાબર ખ્યાલ છે કે શાંતિના સમયમાં કરેલા નિર્ણયો વાવાઝોડાના સમયમાં ટકાવી રાખવાનું કામ તો મીણના દાંતે લોખંડના ચણા ચાવવા કરતાંય વધુ કપરું છે. અત્યારે તારું હૃદય ભીનું છે, અંતઃકરણ પસ્તાવાથી સભર છે, મન ભૂલો કર્યાની વેદનાથી ત્રસ્ત છે, દિલ ઉપકારોની સ્મૃતિથી ભાવિત છે. જેમ માટી ભીની હોય છે ત્યારે એના પર મનગમતા આકારો ઉપસાવી શકાય છે તેમ હૃદય જ્યારે લાગણીઓથી સભર હોય છે ત્યારે સુંદર જીવન જીવવાના નિર્ણયો સહજ જ લઈ શકાય છે. જે પણ સમસ્યા છે એ માટી સુકાઈ જાય પછીની છે. પરિસ્થિતિ પ્રતિકૂળ ઊભી થઈ જાય પછીની છે.
દર્શન, વાંચી લે આ જ સંદર્ભની કો'ક શાયરની આ પંક્તિઓ‘હૃદયને જીવ ભરીને જીવવા દો, બુદ્ધિને કહો બહુ બોલે નહીં; સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં, મૂકી કદી કોઈ તોલે નહીં.’
૧૯
૧૫
મહારાજસાહેબ,
શબ્દોમાં સાવ સીધીસાદી લાગતી “હૃદયને નંબર એક પર અને બુદ્ધિને નંબર બે’ પર રાખવાની વાત સાચે જ અમલમાં લાવવી ભારે મુશ્કેલ છે કારણ કે મમ્મીપપ્પા સાથેના બે-ત્રણ વ્યવહારમાં મેં એનો અમલ કરવા મહેનત કરી પણ ખરી પણ
મને કહેવા દો, એમાં હું નિષ્ફળ ગયો. બુદ્ધિ ન હોય અને બુદ્ધિ ન વાપરવી એ વાત જુદી છે પણ બુદ્ધિ હોવા છતાં બુદ્ધિનો ઉપયોગ ન કરવામાં તો જાણે કે મનમાં એક જાતનો ધૂંધવાટ અનુભવાતો હોય એવું લાગે છે. પ્રશ્ન એ છે કે બુદ્ધિને આટલી હદે નિષ્ક્રિય બનાવી દેવી શું યોગ્ય છે ?
દર્શન, બુદ્ધિના ઉપયોગની ના નથી, એના આધિપત્યની ના છે. એ સેવક તરીકે શ્રેષ્ઠ છે, પણ માલિક તરીકે ભારે ખતરનાક છે. એ ખંડદર્શન કરીને પરિસ્થિતિને ગૂંચવી નાખે છે. સત્યદર્શનના અંચળા હેઠળ એ સ્નેહદર્શનની હત્યા કરી નાખે છે. ‘મૉર્ગ’માં રહેલા શબનું જે રીતે ડૉક્ટર પોસ્ટમૉર્ટમ કરી નાખે છે, બુદ્ધિ એ જ રીતે દરેક પરિસ્થિતિનું, ઉપકારીના દરેક વ્યવહારનું, ઉપકારીના દરેક વચનનું, બસ, પોસ્ટમૉર્ટમ જ કર્યા કરે છે.
‘પપ્પાએ આમ નહોતું કરવું જોઈતું, મમ્મીએ આમ નહોતું બોલવું જોઈતું, પપ્પા-મમ્મીનું આવું વર્તન તો સમાજમાં આપણને ક્યાંય ઊભા નહીં રહેવા દે. આખી જિંદગી મમ્મી-પપ્પાથી આમ દબાયેલાં જ રહીશું તો તો આપણે કમજોર જ રહી જઈશું.’ આવી જાતજાતની વિચારણા એ બુદ્ધિનું ફળ છે. હું તને પૂછું છું, આવી વિચારણાઓ પછીય મમ્મી-પપ્પા પ્રત્યેનો તારો સદ્ભાવ ટકી રહે ખરો ? મમ્મી-પપ્પા પ્રત્યે તારી કૂણી લાગણી ટકી રહે ખરી ? તારો જવાબ ‘ના’ માં જ હશે. બસ, આ સંભવિત ભયસ્થાનના હિસાબે જ મેં તને ‘હૃદયને નંબર એક પર અને બુદ્ધિને નંબર બે પર' રાખવાની સલાહ પૂર્વપત્રમાં આપી છે.
દર્શન, હૃદયનું કામ હસતા રહેવાનું છે, અને હસતા રાખવાનું છે, જ્યારે બુદ્ધિનું કામ સામાને ચૂપ કરી દઈને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનું છે. બુદ્ધિ કદાચ હસે છે પણ સામાને રડાવીને, ત્રાસ આપીને, દુઃખી કરીને, હેરાન કરીને, અકળાવીને, પરાજિત કરીને, વ્યથિત કરીને, નુકસાનીમાં ઉતારીને, નવડાવી નાખીને. ના, સેવક
૨૦