________________
જય,
એક કામ તું કરીશ ?
પરિવારના અન્ય સભ્યોની વાત તું હમણાં એક બાજુએ રાખી દે. તારા પોતાના જીવનના ખર્ચાઓને આંખ સામે રાખીને એમાં તું કયા ક્ષેત્રના કેટલા ખર્ચાઓ ઓછા કરી શકે તેમ છે એ બરાબર તપાસી લે અને
એ ખર્ચાઓ ઘટાડવાની દિશામાં તું આગળ વધતો જા.
હું તને ખાતરી સાથે કહું છું કે
તારી કરકસરસભર જીવનશૈલી
તારા પરિવારના અન્ય સભ્યો માટે આદર્શરૂપ પણ બની રહેશે,
પ્રેરણારૂપ પણ બની શકશે અને આગળ જતા અનુકરણીય પણ બની રહેશે.
થોડા સમય પહેલાં જ મારી પાસે દસેક સભ્યોના
પરિવારના વડીલ મળવા આવેલા.
એમણે મને જે વાત કરી એ એમના જ શબ્દોમાં;
‘મહારાજ સાહેબ,
ઉઘરાણી સલવાઈ જવાથી અને
બજારમાં મંદી આવી જવાથી
ખર્ચા ઘટાડવા જ પડે એવી સ્થિતિ પરિવારમાં ઊભી થઈ ગઈ હતી.
બહુ વિચાર કરતાં મેં એ પ્રયોગ મારાથી જ શરૂ કરવાનો
નિર્ણય કર્યો અને એક દિવસ પરિવારના સભ્યો સમક્ષ
હળવા વાતાવરણમાં મેં વાત મૂકી,
મન પર હમણાં ધંધાનું ઠીક ઠીક પ્રમાણમાં મને ટેન્શન રહે છે, પૂરતી ઊંઘ આવતી નથી અને ખોરાક પણ જોઈએ
તેવો પચતો નથી. જો સ્વાસ્થ્ય જ સારું નહીં રહે તો
આ ઘર ચાલશે શી રીતે ? એટલે હમણાં થોડાક સમય સુધી મેં ભોજનમાં બે જ દ્રવ્ય વાપરવાનો નિર્ણય કર્યો છે.
૮૧
૪૧
કાં તો દાળ અને ભાત અને કાં તો રોટલી અને શાક ! પરિવારના સભ્યો મારી વાત સાંભળીને પળભર માટે ચોંકી તો ગયા પણ વાતની રજૂઆત મારી એવી હતી કે કોઈને ય એમાં બીજી કોઈ શંકા ન પડી. બીજા જ દિવસથી આ પ્રયોગ મેં શરૂ તો કરી દીધો પણ પાંચેક દિવસ બાદ મારી પત્નીએ એકાંતમાં મને પૂછ્યું, ‘સાચે જ તમે બે દ્રવ્યો વાપરવાનું શરૂ કર્યું છે એની પાછળનું કારણ તમે જે જણાવ્યું એ જ છે ?’
અને મેં એની સમક્ષ નિખાલસ દિલે મનની વાત જણાવી દીધી અને આશ્ચર્ય !
બીજા દિવસથી એણે પણ બે જ દ્રવ્યો વાપરવાનું શરૂ કરી દીધું !
આપને એ જાણીને આશ્ચર્ય થશે કે
ઘીરે ધીરે પરિવારના એક એક સભ્યને હકીકતની
જાણકારી થતી ગઈ અને સહુ બે દ્રવ્યો વા૫૨વાના નિર્ણય પર આવી ગયા.
આજે અમારા ઘરમાં
બપોરના અને સાંજના ભોજનમાં બે દ્રવ્યો જ બને છે.
‘શું વાત કરો છો ?’
‘સાવ સાચું કહું છું’
‘કેટલા વખતથી આ વ્યવસ્થા ચાલે છે ?’
‘છેલ્લાં ત્રણ વરસથી’
‘ત્રણ વરસથી ?’
‘હા અને કોઈને ય એની અકળામણ પણ નથી કે એ અંગે
અસંતોષ પણ નથી. આર્થિક સ્થિતિ સદ્ધર થઈ નથી પરંતુ ખર્ચાઓ ઓછા થઈ જવાના કારણે સહુની પ્રસન્નતા અકબંધ જળવાઈ ગઈ છે’
આટલું બોલતા બોલતા એ ભાઈની આંખના ખૂણે આંસુનાં બે બુંદ બાઝી ગયા !
૮૨