________________
મહારાજ સાહેબ,
આપ સાચા છો.
મનમાં જાગતી મોટા ભાગની ઇચ્છાઓ તો
ગલત જ હોય છે,
નિંઘ જ હોય છે.
એ ઇચ્છાઓને માણસો જો સહુ સમક્ષ પ્રગટ કરતા જ રહે
અને એ ઇચ્છાઓને સફળ બનાવવા જો પ્રવૃત્ત થવા જ લાગે તો
આ જગતમાં અરાજકતા અને અંધાધૂંધી ફેલાયા વિના
ન જ રહે એ નિર્વિવાદ વાત છે.
પણ તો પછી પ્રશ્ન મનમાં એ થાય છે કે
‘દમન’ના આ વિકલ્પને એકાંતે સારો માનવામાં
કેમ નથી આવ્યો ?
આપે જ પૂર્વના પત્રમાં બાબાના દૃષ્ટાન્તમાં જણાવ્યું છે ને કે મમ્મીના ડરથી
બાબો આઇસક્રીમની માંગ એકવાર દબાવી પણ દે છે તો ય
એનું મન તો સતત ધુંધવાયેલું જ રહે છે. આનું કોઈ સમાધાન ?
જય,
દમનનું રૂપાંતરણ જો ભક્તિમાં કરી દેવામાં આવે છે તો
એ દમન ઉપકારક બન્યું રહે છે
પરંતુ
દમનથી ત્રાસી જઈને
જો ભોગને સ્વીકારી લેવામાં આવે છે તો
એ દમન ત્રાસદાયક બન્યું રહે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે
દમનને ચિરસ્થાયી તો ન જ રાખી શકાય.
જે વૃત્તિનું દમન કર્યું હોય એ વૃત્તિને જો અન્ય વિષયમાં
૧
૩૧
રૂપાંતરિત કરી દેવામાં આવે તો
આત્મા સંખ્યાબંધ નુકસાનીમાંથી ઊગરી ગયા વિના ન જ રહે.
અલબત્ત,
સમષ્ટિની સલામતી તો
‘દમન’ના વિકલ્પના સ્વીકારમાં જ છે. જે પણ પ્રશ્ન છે.
એ વ્યક્તિગત સલામતી અને સ્વસ્થતાનો છે. જય.
તારા જ જીવનના બાલ્યવયના અનુભવને તું સ્મૃતિપથ પર લાવી દે ને ?
એ વયમાં મમ્મી-પપ્પાએ
તારી ભણવા ન જવાની ઇચ્છાની નોંધ લીધા વિના તને સ્કૂલે ભણવા મોકલ્યો છે.
તું કદાચ રડ્યો પણ છે તો તારા એ રુદનની
પણ એમણે કોઈ નોંધ નથી લીધી
પણ જેવો તું સમજણની વયમાં આવ્યો છે
પછી, તારા પર એમને કોઈ જ દબાણ કરવું પડ્યું નથી.
તું પોતે સામે ચડીને સ્કૂલે જવા લાગ્યો છે.
આ વાસ્તવિકતાનો તાત્પર્યાર્થ એટલો જ છે કે જ્યાં સુધી
સારાસારનો વિવેક ન હોય, લાભાલાભની સમજણ ન હોય
હિત અહિતનો ખ્યાલ ન હોય
ત્યાં સુધી ‘દમન’ લાભકારી જ છે
અને જ્યાં એ વિવેક, સમજણ અને ખ્યાલ આવી જાય છે
ત્યાં સહજરૂપે મન દમનમુક્ત થઈ જાય છે. ઇચ્છું છું હું કે
આ વાસ્તવિકતાને સમજવામાં તું જરાય અવઢવમાં ન રહે.