SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરો.' એમાં બહુ તાકાત છે. મરૂદેવી માતાએ એવી પૂર્ણતા પ્રાપ્ત કરી હતી કે, તે સૌથી પહેલા મોક્ષે ગયા છે. ભગવાન પ્રત્યે એમને અતૂટ શ્રદ્ધા હતી. સમ્રાટ શ્રેણિક પણ એનો બીજો દાખલો છે. એ એમના જીવનમાં માંસાહારી અને દુરાચારી હતા, ક્યારેય પ્રતિક્રમણ કર્યું ન હતું, અવિરતિનો પ્રબળ ઉદય હતો. પણ સમ્યક દર્શનનો ચમત્કાર એવો થયો કે, તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરી લીધું. એ જ રીતે કુમારપાળ મહારાજા પણ જીવનના પચાસ વર્ષ સુધી અંધકારમાં ગયા હતા, જીવન દુરાચારથી ભરેલું હતું. પણ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પુણ્ય છાયા મળી, એમના આશીર્વાદ મળ્યા અને પરમ શ્રાવક બન્યા, ખૂબ પ્રમાણિકતાથી આરાધના કરી અને ભાવિ ગણધર નામકર્મ ઉપાર્જન કર્યું. આ બધો પુણ્ય પ્રભાવ સમ્યક દર્શનનો છે. સમ્યક દર્શન એ કંઈ સામાન્ય વસ્તુ નથી. તમારા વિચારો પરમાત્મા સાથે કેન્દ્રિત કરો. વાતાવરણમાં રહેલા પરમાણુંની બહુ તાકાત છે. વિવેકનું નિયંત્રણ અપનાવો. તમારા વિચારો પરમાત્માને ચરણે અર્પણ કરો, પછી સાધનામાં પ્રવેશ કરો. આજ સુધી ઘણી જગ્યાએ ધર્મના નામે ભટકતા રહ્યા છો, ધર્મને બજારમાં અને સડકો ઉપર શોધતા આવ્યા છો, એ બધું હવે બંધ કરો. સ્વયંને શોધો તો બધું પ્રાપ્ત થઈ જશે. તમે જ્યાં ને ત્યાં ધર્મ શોધો છો એ તમને મતિભ્રમ થયો છે, એમ સૂચવે છે. દ્વિધામાં રહેશો તો રામ કે રહીમ એકેય નહી મળે. શ્રદ્ધાનું કેન્દ્રીકરણ કરો. અંધશ્રદ્ધાથી જીવનને મુક્ત કરો. પરને પ્રાપ્ત કરવાની લાલસામાંથી છૂટો. શબ્દજાળ એવી છે કે, મોટેભાગે દરેક વ્યક્તિ ભ્રમણામાં છે. સત્ય અસત્ય સમજવાનો પ્રયત્ન કરતા નથી, અને જ્યાં જાવ ત્યાં ખૂપી જાવ છો. “શાસ્ત્રકારોએ માથાને ઉત્તમ અંગ માન્યું છે. બધી જગ્યાએ એ ઝૂકવું ન જોઈએ. પણ જ્યાં ઝૂકે ત્યાં પૂર્ણ વફાદારી દાખવવી જોઈએ. એક પરમાત્માને છોડીને બીજાને યાદ કરે એ પોતાના આત્માને ઠગી રહ્યા છે, એમ કહેવું પડે. એવી વ્યક્તિને પરમાત્મા પ્રાપ્ત ન થાય. પીર ફકીરો પાસે ભિખારી થઈને યાચના કરો છો એ યોગ્ય નથી. એવા લોકો માથે કર્મનો કચરો લઈને જાય છે. શ્રદ્ધા તો એક For Private And Personal Use Only
SR No.008904
Book TitleJivan Yatra No Rajmarg
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherVishwa Maitri Jain Tirth Borij
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy