________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂ. આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મ. સા. ની અમૃતવાણી
બોરીજ, ગાંધીનગર.
તા. ૨૪-૦૭-૨૦૦૫
શ્રી મહાવીર સ્વામીને નમઃ
જીવન યાત્રાનો રાજમાર્ગ (પર્વ-૧)
For Private And Personal Use Only
,
‘અનંત ઉપકારી, અનંત જ્ઞાની, પરમ કૃપાળુ જીનેશ્વર પરમાત્માએ જગતના સર્વ આત્માઓના કલ્યાણ માટે, ધર્મ દેશના દ્વારા આ જગત ઉપર સૌથી મહાન ઉપકાર કર્યો છે. પરમાત્માએ પ્રવચન ન આપ્યું હોત તો આપણે સૌ અંધકારમાં ભટકતા હોત. પ્રવચન દ્વારા પ્રવૃત્તિ કેળવાય છે, પ્રવચન જીવનમાં પરિવર્તન લાવી શકે છે, મુશ્કેલીમાં માર્ગદર્શન આપી શકે છે અને પરંપરાએ પ્રવચન પૂર્ણતા પ્રદાન કરે છે.’ ‘પરમાત્માની વાણીમાં સંપૂર્ણ જગતનું હિત સચવાયેલું છે. જીવનનું સંપૂર્ણ જ્ઞાન, પરમાત્માની વાણી દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, પરમાત્માની વાણીમાં જ સરસ્વતીનો વાસ છે. પરમાત્માની વાણી સાંભળવી એ પણ પુણ્યનું કામ છે. ૫૨માત્માની વાણીથી એક પ્રકારની તૃપ્તિ પ્રાપ્ત થાય છે. ભાવપૂર્વક સાંભળવામાં આવે તો શ્રવણ પણ એક સાધના છે. એનાથી ભવની પરંપરાઓ ઉપર પૂર્ણવિરામ મૂકાઈ જાય છે. પરમાત્માની વાણીનો શબ્દ પ્રહાર તમારી અંતર ચેતનાને જગાડે છે. તમારા ભાવોમાં જાગૃતિ લાવો. એનાથી આત્મા પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે સમર્થ બનશે.’ ‘જીવન વિકાસનો રાજમાર્ગ જાણવા જેવો છે. વર્તમાન જીવન તો વિનાશ તરફ જઈ રહ્યું છે. બહારના બધા પદાર્થો પ્રાપ્ત કરી લેવાની તમારી વૃત્તિ પતનનું દ્વાર છે. આ જીવન જગત પ્રાપ્ત કરવા માટે નહી, પણ સ્વયંને પ્રાપ્ત કરવા માટે મળ્યું છે એ સમજી લેવા જેવું છે. સ્વ અને પરનો ભેદ પારખો. એ નહી ખબર પડે ત્યાં સુધી બધું નિષ્ફળ જશે. બધી સાધના પ્રાયઃ દૂષિત બની ચૂકી
૧