________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તરોત્તર વધતો જશે, તો અમૃત રસ મળશે, ઇચ્છાઓ અને તૃષ્ણાઓ ઉપર પૂર્ણ વિરામ આવશે. પણ જો પડી જશો તો સૌથી નીચે ઉતરી જશો અને પટકાશો, પછી કલ્યાણ નહીં થાય.
ગુરૂ નિશ્રા અને ગુરૂ કૃપા સંયમ પથમાં બહુ મહત્વનું કામ કરે છે.” અંતિમ શ્વાસ સુધી સંયમ પથમાં પ્રમાણિક રહે એવી સંભાવના ઇચ્છું છું. પ્રાણીમાત્રનું કલ્યાણ થાય, એવી મારી મનોકામના પૂર્ણ બને એવું ઇચ્છું છું જેથી મારા વિચારોને પુષ્ટિ મળે અને આરાધના કરી શકું. “તીર્થ એ આધ્યાત્મિક હોસ્પિટલ છે. એમાં વિચારોની સારવાર થઈ શકે છે. શુભ વિચારોનું સર્જન થઈ શકે છે. દરેક સુકૃતોમાં યથાશક્તિ તમારૂ યોગદાન આપો, ગરીબો માટે કંઈક કરો, દુઃખી આત્માના આંસુ લૂછો એ તમારૂ કર્તવ્ય છે. બીજાના દુઃખ જોઈને તમારી આંખમાં આંસુ આવવા જોઈએ. એમના દુઃખો કેવી રીતે દૂર કરૂ એવું તમને થવું જોઈએ. તમારા આંગણે આવતો ભિખારી ભીખ નથી માંગતો. એ ખરેખર તો તમને શીખ આપી કહે છે કે, મેં પૂર્વભવમાં કંઈ નથી આપ્યું એટલે મારી આવી હાલત વર્તમાનમાં થઈ છે. તમારી આવી હાલત ન થાય એટલા માટે પણ મને કંઈક આપો. તમારા આત્મ સંતોષ માટે પણ શુભ કાર્યો કરો.” “સાધુ અંતરમાં વિચારે છે એ આશીર્વાદના રૂપમાં આપે છે. પ્રભુ પાસે પ્રાર્થના કરૂ છું કે મારી સાધના દ્વારા જે કંઈ મેં પ્રાપ્ત કર્યું હોય, એ જગતના પ્રાણી માત્રના કલ્યાણ માટે થઈને રહો.”
૪૮
For Private And Personal Use Only