________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી. આ દેશની એ પરંપરા હતી કે અતિથિ દેવો ભવ માનીને આંગણે આવેલાનું ભાવપૂર્વક સ્વાગત
કરવું. ‘તમે પહેલેથી જ આત્મા અને પરમાત્મા બાબતમાં ચર્ચા કરો છો, પણ એ એમ ક્યારેય પ્રાપ્ત નહીં થાય. પહેલા તમારી ઇન્દ્રીયો અને વિષય કષાયોના રાગને ખતમ કરો પછી કર્મ આપો આપ ખતમ થઈ જશે અને તે પછી વગર પરસેવે પરમાત્મા બની જશો.’ ‘વિષયોને ખતમ કરવા માટે તો પર્વાધિરાજ પર્યુષણ આવી રહ્યા છે. તપ કરો, એ કર્મ નિર્જરાનું શ્રેષ્ઠ સાધન છે. જપ કરો, સતત પરમાત્માનું સ્મરણ કરો. જેથી કર્મના આશ્રવ દ્વાર બંધ થઈ જાય. જીવ વિરાધના વગરનું જીવન જીવતા થઈ જાવ. ક્ષમા ભાવના હશે ત્યાં સદા એનું સન્માન સંસાર કરશે. કર્મ શત્રુ ઉપર ઉપર વિજય મેળવે એનું ત્રણે લોકમાં સ્વાગત થાય છે. ક્ષમા અને મૈત્રી ભાવના રાખો.’ ‘દરજી પોતાની સોય માથે કે ટોપીમાં કે કોલરમાં ભરાવેલી રાખે છે અને કાતર હોય છે એને પગ નીચે દબાવેલી રાખે છે. સોય જોડવાનું કામ કરે છે, માટે એનું સન્માન થાય છે, એને માથે રાખવામાં આવે છે. કાતર કાપવાનું, જૂદા ક૨વાનું કામ કરે છે માટે એને પગ નીચે દબાવેલી રાખવામાં આવે છે.’ ‘ક્ષમાની અને સહન કરવાની ભાવના નહીં હોય તો સન્માન નહીં મળે. પડદો એક વખત ફરિયાદ કરે છે કે એને રોજ સફાઈવાળો હેરાન કરે છે, દિવસમાં બે ત્રણ વખત કાન આમળે છે, અને ઝાપટ ઝૂપટ કરવા દ્વારા પણ એને માર પડે છે, જ્યારે રાષ્ટ્રધ્વજને કેટલું બધું માન મળે છે, એ બદલ એને ઇર્ષા થતી હોય છે. ગમે તેવા વરસાદમાં, તડકામાં કે ઠંડીમાં પણ રાષ્ટ્રધ્વજ અડીખમ રહે છે, બધા કષ્ટો પ્રસન્નતાપૂર્વક સહન કરે છે અને સમત્વની સાધના કરે છે, ત્યારે એને આટલું બધું માન મરતબો મળે છે. જે સહન કરે છે એનામાં ક્ષમા ભાવના હોય છે. તમે કેટલું સહન કરો છો? ગરમી આવતાં જ એર કંડીશન ચલાવો છો, અને ઠંડી લાગતાં હીટર ચલાવવા માંડો છો. માર નહીં ખાવ તો માલ પણ નહીં મળે, જે સહન કરશે એ જ જગતના સન્માનને પાત્ર થશે એ પરમાત્માના શાસનનો નિયમ છે.’‘પર્વાધિરાજની આરાધના એ ક્ષમાની આરાધના છે. એ ક્ષમા શબ્દોમાં નહીં પણ જીવનના આચરણમાં જોઈએ. તમે શું જાણો છો
૪૩
For Private And Personal Use Only