________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્પન્ન થાય છે એમ જ્ઞાનીઓએ હજારો વર્ષો પહેલા નિદાન કરેલ છે. અપ્રાપ્તિની વેદના અને ઇચ્છિત ભૌતિક પદાર્થ મેળવી લેવાની લાલસા બહુ ભયંકર છે, એનો તમારા વિચારો ઉપર બહુ પ્રભાવ પડે છે અને બ્લડ પ્રેશર વધે છે, પાચક રસો નબળા પડે છે, શક્તિ ક્ષીણ થાય છે. અપ્રાપ્તિમાંથી પછી ઢેષ ઉત્પન્ન થાય છે. એનાથી વર્તમાન અને ભવિષ્ય બંને બગડે છે. “ધર્મનું પ્રાણ તત્ત્વ મૈત્રી અને ક્ષમા છે. એને જીવનમાં આચરણમાં ઉતારી લો તો સંસાર સ્વર્ગ બની જાય, આ જીવન મોક્ષનું સાધન બની જાય. મેત્રી ભાવનાની વ્યાખ્યા બહુ ઉત્તમ છે. જગતના કોઈ આત્મા પાપ પ્રત્યે આકર્ષિત ન થાય એવી બુદ્ધિ મળે, અને જગતના કોઈ આત્મા દુઃખી ના થાય, એવી ભગવાનને મંગળ પ્રાર્થના કરો. દુઃખી લોકોના દુઃખ કેવી રીતે દૂર કરું, બીજાના દર્દના આંસુ મારી આંખમાંથી નીકળે એવી અનુકંપા પ્રાપ્ત કરો. ભાવમૈત્રી દાખવો. જગતના બધા આત્મા મોક્ષના અધિકારી બને એવી ભાવના ભાવો.” “પરમાત્માએ પ્રવચન આપીને આત્મ તત્ત્વનો પરિચય સૌને પરમાત્મા બનવા માટે આપ્યો છે, એ પાછળ એમને પ્રસિદ્ધિની કોઈ લાલસા ન હતી. એમની ઉદારતા અને ભાવનાની વિશાળતા તમને દેખાતી નથી. આજ સુધી તમે આરાધના કરતા આવ્યા છો પણ હજુ એનો સ્વાદ ચાખવા મળ્યો નથી. ચમચો બધાને દૂધપાક પીરસે છે, દૂધપાકના પાત્રમાં છેક તળીયા સુધી અનેકવાર જઈ આવે છે છતાં ચમચો પોતે તો કોરો ને કોરો રહી જાય છે, એને દૂધપાકના સ્વાદની ખબર પડતી નથી. તમે પણ ધર્મસ્થાન, મંદિર, ઉપાશ્રયો બધે ગયા પણ ચમચાની જેમ ફરતા રહ્યા છો. પણ બહાર નીકળીને કોઈ સ્વાદ મળ્યો હોય એવો અનુભવ થતો નથી. જીવન અને આચરણથી આરાધના સક્રિય બનવી જોઈએ. તમારા પરિચયમાં આવનારને તમારી સાધનાનો પરિચય મળે એવા તમારા વાણી અને વર્તન હોવા જોઈએ.” “પર્વના પરિચયથી ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે. એનું સુંદર રીતે સ્વાગત કરો. મૈત્રી અને ક્ષમાપના એ પર્વનો પ્રાણ છે. ડોક્ટર બધું તપાસીને પછી કહે કે હાર્ટની બિમારી છે, થોડી કમજોરી છે તો ગરબડ થઈ જશે ને? પણ જો હાર્ટ સુરક્ષિત હશે અને અન્ય કોઈ બિમારી હશે તો બહુ ચિંતા કરવાની જરૂર નથી એમ ડોક્ટર કહેશે. આરાધનામાં પણ મૈત્રી અને ક્ષમાનું મહત્વ શરીરમાંના હૃદય જેવું છે. એમાં ખામી હશે તો મોક્ષ સુધી
૪૧
For Private And Personal Use Only