________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિસ્થિતિ હોય છે? સ્વાદવૃત્તિ કેવો પરચો બતાવે છે? પારણામાં કેટલી જાતની આઈટમ રાખો છો? આઠે દિવસનું સાટુ વાળી લેવાનું હોય એમ વિવિધ જાતની સામગ્રીઓ પારણામાં હોય છે ને? આહાર કરતી વખતે ઉપવાસનો પરિચય મેળવવો જોઈએ. આનંદઘનજી મહારાજને ગોચરી વહોરવા જતી વખતે પણ આંખમાં આંસુ આવે છે. પરમાત્માનું ભજન છોડીને ભોજન માટે રખડવું પડે છે એનું દર્દ એમના અંતરમાં હોય છે. આ કાયારૂપી કૂતરી તેમને પરમાત્માનું ભજન કરતાં રોકે છે એનો ડંખ હોય છે. આહારમાં સ્વાદનો અનુભવ ન કરો.”
આ શરીર ઉધાર લઈને આવ્યા છો, એનો કોઈ ગર્વ ના કરો. એક વખત એક પેપરમીલમાં રોકાણ કરવાનું થયું હતું. ત્યાં બોઈલર હતું, ગરમ ગરમ ભટ્ટી હતી, એમાંથી ભયંકર દુર્ગધ મારતી હતી. બોઈલરમાં કચરો, એસિડ અને અન્ય રો મટીરીયલ નાંખીને પછી એને ઉકાળવામાં આવતું. હોય છે. તે પછી તેમાંથી સુંદર સફેદ કાગળનું ઉત્પાદન થતું હોય છે. એક કાગળને પણ તૈયાર થતા પહેલા કેટલી બધી આકરી પરીક્ષામાંથી પસાર થવું પડે છે? એમ જુઓ તો વિષ્ટા પણ તમને કંઈક બોધપાઠ આપે છે. એ કહે છે કે કેમ મારી સામે જોતા નથી? મને છોડીને ક્યાં જાવ છો? હજુ ગઈ કાલે તો મને ખૂબ ટેસથી ખાતા હતા ને? કર્મસત્તા તમને નચાવે છે. આત્માનો શત્રુ કર્મ, કર્મનો શત્રુ ધર્મ. આત્માની સ્થિતિ બહુ ભયંકર છે.
આત્મા અને ધર્મ એ બેની મૈત્રી થઈ જાય તો કામ થઈ જાય, આત્મામાંથી કર્મ નીકળી જાય તો મહાન ચમત્કાર થઈ જાય, આત્મા પરમાત્મા બની જાય. આત્મા સાથે ધર્મની મૈત્રી કરો. ‘તમે મરવા ઇચ્છો તો મારી શકો એમ પણ નથી, બજારમાં મળતા પોઈઝન પણ નકલી હોઈ શકે છે. ત્યાં પણ કર્મસત્તા એનો ખેલ બતાવશે. મરવાથી કોઈ સમસ્યા હલ નહીં થાય પણ તમારૂ તો ચોક્કસ અહિત થશે. મરવું એ તો કાયરનું લક્ષણ છે. “દરેક જગ્યાએ કર્મના અસ્તિત્વનો સ્વીકાર કરવો પડશે. આત્મા અને ધર્મ જો મિત્ર બની જાય તો એની બધી શક્તિ સર્જનાત્મક થઈ જાય. કર્મની ચુંગાલમાંથી બહાર નીકળવા માટે ઉંડાણપૂર્વક વિચારો. કર્મથી કેવી રીતે બચવું એ તમે જાતે જ શોધો.”
પરંપરાઓ અને રીત રિવાજમાં, તમે સ્વચ્છંદતાપૂર્વક ઘણો ફેરફાર
૩૦
For Private And Personal Use Only