________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેલમાં ડૂબાડ્યા, તે પછી દહીંમાં ડૂબાડ્યા, અને અત્યારે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ. કેટ કેટલું સહન કર્યું છે અને કેટલી વેદના વેડ્યા પછી આ સ્થિતિ આવી છે એ જરા વિચારો. શેઠ અચરજમાં પડી ગયા. પણ દહીવડાએ કહેલી વાત ઉપર સૌએ વિચાર કરવા જેવો છે.” સાધના સમતાની ભૂમિકા ઉપર હોવી જોઈએ. ગમે તેવા પ્રસંગો આવી જાય પણ પરમાત્માના વચનોથી વિચલિત ન થાવ. પરમાત્માએ જે કહ્યું છે એ જ સાચું છે અને સત્ય માટે જીવન સમર્પિત કરવું છે એમ વિચારો. જ્યાં સદાચાર હશે, સત્ય પ્રત્યે નિષ્ઠા હશે ત્યાં મહાપુરૂષના શબ્દો હંમેશા સ્વીકાર્ય બનશે. આપત્તિના સમયમાં પીછેહઠ ના કરો. તમારી ચાલાકી દુનિયામાં કદાચ થોડો વખત ચાલી જશે પણ પરમાત્માના દરબારમાં નહીં ચાલે. કોઈની મજબૂરીનો ફાયદો ન ઉઠાવો. અસત્યથી ઉપાર્જન કરેલું બે દિવસ હસાવશે અને જીંદગીભર રડાવશે. તમારી સાધના સફળ ન થાય તો અસત્યની ભૂમિકા ક્યાંક હોવી જોઈએ એમ
વિચારીને મનોમંથન કરો. ગમે તેવું સંકટ આવે પણ અસત્યનો આશરો ન લો તો જ ધર્મ સક્રિય બનશે. પુણિયા શ્રાવકનું જીવન કેટલું બધું પવિત્ર હતું? બાહ્ય રીતે ભલે દારિદ્ર હતું પણ અંદરથી આત્માની અપાર સમૃદ્ધિ હતી. કોઈની પાસે દારિદ્ર દૂર કરવા પુણિયાએ યાચના કરી ન હતી. શ્રેણિક મહારાજા એક સામાયિક આપવા કરગરે છે, એના બદલામાં અઢળક સોનામહોરો આપવાનું વચન આપે છે છતાં એ ટસના મસ થતો નથી. એવી પવિત્રતા મારામાં પણ આવે એવી ભાવના કરો. મહારાજ સાહેબ વાસક્ષેપ નાંખે છે એ એવી ભાવનાથી કે તમારી સાધના શુદ્ધ બને, વ્રતોમાં દઢ બનો, સાચું લક્ષ પ્રાપ્ત કરવામાં સફળ બનો અને સંસારથી મુક્ત થાવ. દયા અને દાનથી ધર્મની વૃદ્ધિ થાય છે,” વ્યાપક બને છે અને જીવનમાં વરદાનરૂપ બને છે. જે મળ્યું છે તે પૂર્વના પુણ્યથી મળ્યું છે અને વળી એ આપવા માટે મળ્યું છે. સંગ્રહ સર્વનાશ કરે છે અને સમર્પણ, દાન તમને શક્તિ આપે છે. દયા ફક્ત શબ્દોથી નહીં પણ આચરણથી હોવી જોઈએ. શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે એક આત્માને અભયદાન આપો તો મેરૂ પર્વત
૧૨
For Private And Personal Use Only