________________
જીવવિચાર પ્રકરણ
૭૯
દરેક વનસ્પતિ અંકુરારૂપે ઉગતાં શરૂઆતમાં સાધારણ વનસ્પતિકાય હોય છે. પછી તે પ્રત્યેક વનસ્પતિ જાતિની હોય, તો પ્રત્યેક બને છે, અને સાધારણ વનસ્પતિ જાતિની હોય, તો સાધારણ બને છે. વળી કેટલાક એવા પણ વનસ્પતિ જીવો હોય છે, કે તેના મૂળ સાધારણ હોય અને બાકીનો ભાગ પ્રત્યેક હોય, વગેરે.
વનસ્પતિ અનેકરૂપે જોવામાં આવે છે. ઝાડ, છોડ, વેલા, લતા, ભોય સાથે ચોટીંને ઉગેલા, ઘાસરૂપે, ગાંઠારૂપે ઉગેલા વગેરે. કોઈને કણસલા, કોઈને ફળ, કોઈને ફુલ હોય છે. કોઈનું ઝાડ નાનું અને ફળ મોટું, કોઈનું ઝાડ મોટું અને ફળ નાનું, કોઈ પાણીમાં જ ઉગે. એમ અનેક રીતે વનસ્પતિ જોવામાં આવે છે.
પ્રત્યેક ફળ વગેરે સાતેય વિભાગના જુદા-જુદા જીવો હોય છે. અને આખા ઝાડનો પણ એક જીવ હોય છે. જાઓ-વિશેષ વિવેચન. ૧૩. અહીં બાદર સ્થાવર જીવોના ભેદો પૂરા થાય છે.
સૂક્ષ્મ સ્થાવર જીવો पत्तेयतलं मुत्तुं, पंचवि पुढवाईणो सयल-लोए ।
सुहुमा हवंति नियमा, अंतमुहुत्ताऊ अद्दिसा ॥ १४ ॥ अन्वय : पत्तेयतरूं मुत्तुं, पुढवाइणो पंचवि अंतमुहुत्ताऊ । सुहुमा अद्दिसा सयल-लोए नियमा हवंति. ॥ १४ ॥
શબ્દાર્થ પત્તેય-તરું- પ્રત્યેક ઝાડને, મુતું-છોડીને- સિવાય, પંચવિ