________________
જીવવિચાર પ્રકરણ
ગાથાર્થ છુપી રહેલ નસો અને ગાંઠાઓવાળું, ભાંગતાં એક સરખા ભાગ થાય તેવું, તાંતણા વગરનું અને કાપ્યા છતાં ફરીથી ઉગનારું સાધારણ વનસ્પતિકાયનું શરીર છે. તેથી વિરુદ્ધ (નિશાનીઓવાળું) પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર છે. ૧૨.
સામાન્ય વિવેચન કુંવારમાં નસો, સાંધા, ગાંઠો હોવા છતાં શેરડીના સાંઠાની નસો વગેરેની માફક સ્પષ્ટ દેખાતા નથી. ઝાર(પીલુ)નાં પાંદડાં ભાંગીએ તો એરંડાના પાંદડાની માફક તેના વાંકાચૂંકા તથા ખાંચાવાળા કકડા ન થતાં તરત સીધા બે કકડા થઈ જાય છે. શકરીયા વગેરે ભાંગતાં ગુવારની માફક તાંતણા જણાતા નથી. કુંવારને કાપીને અદ્ધર લટકાવીએ તો વધે છે. તથા જેમ ચાક ભાંગવાથી બરડ છે. તેમ સાધારણ વનસ્પતિકાય પણ ભાંગતાં બરડ હોય છે.
સારાંશ - પ્રત્યેક વનસ્પતિકાય જીવોના શરીરના બંધારણ કરતાં સાધારણ વનસ્પતિકાય જીવોના શરીરનું બંધારણ જુદું જ હોય છે. કારણ કે - સાધારણ વનસ્પતિકાય જીવોના એક શરીરમાં અનંત જીવો હોવાથી તેઓના શરીરનું બંધારણ વધારે નાજુક અને વધારે જડ, તેમજ ઘણાં જીવોને લીધે જલ્દી જન્મ પામનારું હોય, એ સ્વાભાવિક છે. લીંબડાનું મૂળ અને મૂળો તપાસતાં, ટમેટું અને બટાકું તપાસતાં બન્નેય સરખા આકારના હોવા છતાં ટામેટાનાં રેસા અને છાલ કઠણ હોય છે. જુદા જુદા ખાનાઓમાં બીજના જામખાં વગેરે દેખાશે. ત્યારે મૂળામાં અને