________________
જીવવિચાર પ્રકરણ
પ૯
કીડી વગેરેના કે આપણા શરીરમાં રહેલો શુદ્ધ જીવ પદાર્થ જયાં સમજાવ્યો હશે, ત્યાં આત્મા શબ્દ વાપરીશું. અને આત્માસહિત શરીરધારી વિષે વાત કરવાની હશે, ત્યાં જીવ શબ્દ વાપરીશું.
આ ઉપરથી આત્માના જ્ઞાનાદિક ગુણો વિષે વિચાર કરવો તે આત્મ-સ્વરૂપના, ચિંતન-સમજણ ગણાય છે.
પૃથ્વીકાયાદિક ભેદો, શરીર, અવગાહના વગેરે વિષે વિચાર કરવો તે જીવ-સ્વરૂપ સમજવું ગણાય છે. આ પ્રકરણમાં ખાસ કરીને જીવનું સ્વરૂપ કહેવામાં આવેલું છે.
જો કે – ખરી રીતે શરીરમાં રહેલો આત્મા પદાર્થ જીવ છે. તો પણ આત્મા-સહિત શરીરને પણ વ્યવહારથી જીવ કહેવામાં આવે છે. આત્મા મરતો નથી. ચેતન વગરના એકલા જડ શરીરના મરણનો પણ સંભવ નથી. તો પણ “કીડી મરી ગઈ” એવો વ્યવહાર લોકમાં પ્રવર્તે છે, તે આત્મા સહિત કીડીના આકારના શરીરને જીવ ગણીને શરીર અને આત્માને જુદા થવાની ક્રિયાને મરણ ગણીને કીડીના મરણનો વ્યવહાર કરવામાં આવે છે.
તમારા આખા શરીરમાં આત્મા ફ્લાઈને રહેલો છે. પરંતુ તમારા વાળ, નખના કાળા ભાગ, દાંતની અણીઓ વગેરેમાં આત્મા નથી. એટલે તે કાપતાં તમને દુઃખ થતું નથી. તેમજ નાક, કાન, મોટું, પેટ વગેરેના પોલાણોમાં પણ આત્મા નથી, બાકી શરીરના સર્વ ઠેકાણે છે. માટે તમે જીવ છો. તે પ્રમાણે બીજા અનંત જીવો છે. ઝાડો વગેરે પાણીથી ભૂખ મટાડે છે, તેથી તે પણ