________________
૨૯
જીવવિચાર પ્રકરણ
પાંચમીના ૧૨૫ ધનુષ, છઠ્ઠીના ૨૫૦ ધનુષ, સાતમીના
૫૦૦ ધનુષ. (૧૦) ધનુષ પૃથકત્વ ઉંચાઈવાળા ગર્ભજ અને સંમૂચ્છિમ ખેચર
સંમૂછિમ ભુજપરિસર્પ. (૧૧) ત્રણ ગાઉની ઉંચાઈવાળા તેઈન્દ્રિય, ગર્ભજ મનુષ્ય. (૧૨) છ ગાઉની ઉંચાઈવાળા ગર્ભજ - ચતુષ્પદ. (૧૩) ગાઉ પૃથકત્વ ઉંચાઈવાળા ગર્ભજ-ભુજપરિસર્પ, સંમૂચ્છિમ
ચતુષ્પદ. (૧૪) એક યોજન ઉંચાઈવાળા ચઉરિન્દ્રિય. (૧૫) બાર યોજન ઉંચાઈવાળા બેઇન્દ્રિય. (૧૬) યોજન પૃથકત્વ ઉંચાઈવાળા સંમૂચ્છિમ-ઉરપરિસર્પ. (૧૭) હજાર યોજન ઉંચાઈવાળા ગર્ભજ-ઉરપરિસર્પ, ગર્ભજ
અને સંમૂછિમ જલચર. (૧૮) હજાર યોજનથી અધિક ઉંચાઈવાળા બાદર-પ્રત્યેક વનસ્પતિકાય.
૨. આયુષ્ય (૧) અંતર્મુહૂર્ત સુધીના આયુષ્યવાળા = સૂક્ષ્મ-પૃથ્વીકાય
અષ્કાય, તેઉકાય, વાઉકાય, બાદર અને સૂક્ષ્મ-સાધારણ વનસ્પતિકાય, સંમૂચ્છિમ મનુષ્ય.