________________
જીવવિચાર પ્રકરણ
૨૭
૧. અવગાહના દ્વારમાં - કયા જીવના શરીરની ઉંચાઈ કેટલી
હોય છે? તે બતાવ્યું છે. ૨. આયુષ્યદ્વારમાં - કયા જીવનું આયુષ્ય કેટલું હોય છે? તે
બતાવ્યું છે. ૩. સ્વકાયસ્થિતિ દ્વારમાં - કયો જીવ વારંવાર પોતાની જાતિમાં
કેટલા વખત સુધી ઉત્પન્ન થાય? તે બતાવ્યું છે. ૪. પ્રાણ દ્વારમાં - ક્યા જીવને પાંચ ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ,
આયુષ્ય, તથા મન, વચન અને કાયાનું બળ, એ દશ
પ્રાણમાંથી કેટલા અને ક્યા કયા પ્રાણ હોય છે? તે બતાવ્યું છે. ૫. યોનિ દ્વારમાં - કયા કયા જીવના ઉત્પત્તિસ્થાન કેટલી જાતના
હોય છે? તેની સંખ્યા કહેવામાં આવી છે.
પાંચ દ્વારોનો સંક્ષેપ
૧. શરીરની ઉંચાઇ (૧) અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી ઉંચાઈવાળા
બાદર અને સૂક્ષ્મ-પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય,
વાઉકાય, સાધારણ વનસ્પતિકાય, સંમૂરિસ્કમ મનુષ્ય. (૨) એક હાથની ઉંચાઈવાળા
પાંચ અનુત્તર દેવો. (૩) બે હાથની ઉંચાઈવાળા