________________
૨૬
જીવવિચાર પ્રકરણ
(૨.) વખત ગણવાનાં જૈન શાસ્ત્રીય માપો.
ઉદ્ધાર, અદ્ધા, અને ક્ષેત્ર પલ્યોપમના સૂક્ષ્મ અને બાદર ભેદ ગણતાં ૬ પ્રકારનાં પલ્યોપમ છે. અહીં અદ્ધા પલ્યોપમની જરૂર હોવાથી તેનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે :
પલ્યોપમ- એક યોજન ઊંડા, પહોળા અને લાંબા ખાડામાં સાત દિવસના જન્મેલા યુગલિક મનુષ્યના બાળકના એક વાળના સાત વાર આઠ આઠ કરેલા (૨૦૯૭૧૫૨) કકડા ઠાંસી ઠાંસીને ભરી, તેમાંથી સો સો વર્ષે વાળનો એક એક કકડો કાઢતાં, જેટલા કાળે એ ખાડો-પલ્ય-પ્યાલો ખાલી થાય, તેટલો કાળ બાદર અઠ્ઠા પલ્યોપમ કહેવાય છે.
અને એજ વાળના અસંખ્ય સૂક્ષ્મ કકડા કરી સો સો વર્ષે એક એક કકડો કાઢીએ, તો એ ખાડો જેટલા વર્ષે ખાલી થાય, તેટલો કાળ સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ કહેવાય છે.
૧૦ કોડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ
૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી અથવા ૧ અવસર્પિણી
૨૦ કોડાકોડી સાગરોપમ અથવા ૧ ઉત્સર્પિણી અને ૧ = ૧ કાળચક્ર.
અવસર્પિણી
પાંચ દ્વારોની ટુંકી સમજ
૨૭મી ગાથાથી જીવના દરેક ભેદ અંગે પાંચ દ્વારો બતાવ્યા છે, તે વિદ્યાર્થીએ મુખપાઠ કરવા.