________________
પ્રસ્તાવના
(પંદરમી આવૃત્તિની પ્રસ્તાવના)
ચૌદમી આવૃત્તિની ૩૦૦૦ નકલો ખલાસ થતાં આ પંદરમી આવૃત્તિ પ્રકટ કરવામાં આવે છે.
ફક્ત મૂળ ગાથા ભાવાર્થ સાથે સમજી લેવા માટે શરૂઆતમાં ગોઠવણ છે. તે ઉપરથી જ જીવોના ભેદો, છૂટા બોલો વગેરે સમજવા માટે ભેદોનો કોઠો, છૂટા બોલ, નામો વગે૨ે આપ્યા છે. પછી પાંચ દ્વારોનો યંત્ર અને સમજ છે. પછી પ્રકરણમાં આવતાં શાસ્ત્રીય સમય તથા લંબાઈના માપનાં કોષ્ટકો છે. તથા કેટલાક પર્યાય શબ્દો તથા વધુ પ્રચલિત શબ્દો અર્થ સાથે આપ્યા છે.
પછી સંબંધ સાથે શબ્દાર્થ, ગાથા, અન્વય, ગાથાર્થ અને સામાન્ય વિવેચન સમજવા માટે આખું પ્રકરણ ફરીથી આપ્યું છે. પછી વિશેષ વિવેચન, સંસ્કૃત છાયા આપ્યા છે. મુનિ મહારાજશ્રી દક્ષવિજયજી વિરચિત પદ્યાનુવાદ છેલ્લે આપેલ છે.
જળબિંદુઓમાં ત્રસ જીવો, અઢીદ્વીપ, જંબુદ્વીપ અને ચૌદ રાજલોકનાં ચિત્રો તૈયાર કરાવી મૂક્યાં છે. એકંદરે અનેક રીતે વિવેચનાત્મક સમૃદ્ધિથી ગ્રંથ પુષ્ટ કર્યો છે. છેલ્લી આવૃત્તિમાં પણ