________________
૧૦
જીવવિચાર પ્રકરણ
खयरा धणुहपुहुत्तं, भुयगा उरगा य जोयणपुहुत्तं । गाउअपुहुत्तमित्ता, समुच्छिमा चउप्पया भणिया ॥ ३१ ॥
સંમૂચ્છિમ-ખેચરી અને ભુજપરિસર્પો ધનુષ પૃથફત્વ, ઉરપરિસર્પો યોજનપૃથકત્વ, અને-ચતુષ્પદો ગાઉપૃથફત્વ માપના કહ્યા છે. ૩૧. छच्चेव गाउआई, चउप्पया गब्भया मुणेयव्वा । कोसतिगं च मणुस्सा, उक्कोस - सरीरमाणेणं ॥ ३२ ॥
ગર્ભજ ચતુષ્પદો છ ગાઉ જ જાણવા. શરીરના ઉત્કૃષ્ટ માપે (ગર્ભજ) મનુષ્યો ત્રણ ગાઉ હોય છે. ૩૨. ईसाणंतसुराणं, रयणीओ सत्त हुंति उच्चत्तं । ટુ-૩-૯-૨૩-વિંmવિવ વવરિઠ્ઠાણી રૂરૂ I
ઈશાન દેવલોક સુધીના દેવોની ઊંચાઈ સાત હાથ હોય છે. (પછી) બે, બે, બે, ચાર, રૈવેયકો અને અનુત્તરોમાં એક એકનો ઘટાડો થાય) છે. ૩૩. बावीसा पुढवीए, सत्त य आउस्स तिन्नि वाउस्स । वाससहस्सा दस तरु-गणाण तेऊ तिरत्ताउ ॥ ३४ ॥
૨. આયુષ્યના માપ. પૃથ્વીનું બાવીસ, પાણીનું સાત, વાયુના ત્રણ અને પ્રત્યેક વનસ્પતિનું દશ-હજાર વર્ષ અને અગ્નિજીવો ત્રણ (દિવસ) રાતના આયુષ્યવાળા છે. ૩૪.