________________
જીવવિચાર પ્રકરણ अंगुलअसंखभागो, सरीर-मेगिंदियाण सव्वेसि ।। जोयणसहस्समहियं, नवरं पत्तेयरुक्खाणं ॥ २७ ॥
૧. શરીરની ઊંચાઈ :બધા એકેન્દ્રિયોનું શરીર આંગળના અસંખ્યાતમાં ભાગ જેટલું છે. ફક્ત-પ્રત્યેક વનસ્પતિકાયનું કંઇક અધિક હજાર યોજન છે. ર૭. बारस जोयण तिन्नेव, गाउआ जोयणं च अणुक्कमसो । बेइंदिय तेइंदिय - चउरिदियदेहमुच्चत्तं ॥ २८ ॥
બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિદ્રિયનાં શરીરોની ઊંચાઈ અનુક્રમે બાર યોજન, ત્રણ ગાઉ અને (એક) યોજના (છે). ૨૮. धणुसयपंचपमाणा, नेरइया सत्तमाइ पुढवीए । तत्तो अद्धद्भुणा, नेया रयणप्पहा जाव ॥ २९ ॥
સાતમી (નારક) પૃથ્વીમાં નારકો પાંચસો ધનુષ્યના પ્રમાણવાળા છે. ત્યાંથી રત્નપ્રભા નારક સુધી અર્ધા અર્ધા ઓછા જાણવા. ૨૯. जोयणसहस्समाणा, मच्छा उरगा य गब्भया हुंति । धणुहपुहुत्तं पक्खीसु, भुअचारी गाउअपुहुत्तं ॥ ३० ॥
માછલાં (જલચર) અને ગર્ભજ ઉરપરિસર્પો હજાર યોજન પ્રમાણવાળાં છે. પક્ષીઓ (ખેચર જીવો) ધનુષ્ય પૃથકત્વ અને ભુજ પરિસર્પો ગાઉ પૃથકૃત્વ હોય છે. ૩૦.