________________
જીવવિચાર પ્રકરણ ઊડનારા (એમ) ત્રણ પ્રકારે પંચેન્દ્રિય તિર્યો છે. મોટા મગરમચ્છો, માછલાં, કાચબા, ગ્રાહ(ઝુંડ) અને મગર એ પાણીમાં રહેનારા (છે.) ૨૦. चउप्पय उरपरिसप्पा, भुयपरिसप्पा य थलयरा तिविहा । गोसप्पनउलपमुहा, बोधव्वा ते समासेणं ॥ २१ ॥
સ્થલચર પંચેન્દ્રિય જીવોના ભેદો અને જીવોઃચોપગાં, પેટે ચાલનારા અને હાથે ચાલનારા એ ત્રણ પ્રકારે જમીન ઉપર ફરનારા(તિર્યંચ પંચેન્દ્રિય જીવો) છે. તે ટૂંકમાં બળદ, સર્પ અને નોળિયા વગેરે જાણવાં. ૨૧. खयरा रोमयपक्खी, चम्मयपक्खी य पायडा चेव । नरलोगाओ बाहिं, समुग्गपक्खी विययपक्खी ॥ २२ ॥
ખેચર જીવો અને તેના ભેદો :સંવાટીની બનેલી પાંખવાળાં અને ચામડાની બનેલી પાંખવાળાં પક્ષીઓ તો જાણીતાં જ છે. અઢીદ્વીપની બહાર સંકોચાયેલી પાંખવાળા અને પહોળી કરેલી પાંખવાળાં પક્ષીઓ હોય છે. ૨૨ सव्वे जल-थल-खयरा, समुच्छिमा गब्भया दुहा हुंति । कम्माकम्मगभूमि, अंतरदीवा मणुस्सा य ॥ २३ ॥ પંચેન્દ્રિય તિર્યંચોના મુખ્ય ભેદો અને મનુષ્યના ભેદોદરેક જાતના જલચર, સ્થલચર અને ખેચર (જીવો)