________________
જીવવિચાર પ્રકરણ
(તથા) ગધૈયા, વિષ્ટાનાં જીવડાં, છાણનાં જીવડાં, ધનેડાં, કંથવા, ગોપાલિકા, ઇયળ અને ઇંદ્ર ગાય વગેરે તેઇન્દ્રિય (જીવો છે) ૧૭.
દ
चउरिंदिया य विच्छू, ढिकुण भमरा य भमरिया तिड्डा । मच्छिय डंसा मसगा, कंसारी कविलडोलाई ॥ १८ ॥ ચઉરિન્દ્રિય જીવો
અને-વીંછી, બગાઇ, ભમરા, ભમરીઓ, તીડો, માખી, ડાંસ, મચ્છર, કંસારી, કરોળિયા અને ખડમાંકડી વગેરે ચરિન્દ્રિયો છે. ૧૮.
पंचिंदिया य चउहा, नारयतिरिया मणुस्स देवा य । नेरइया सत्तविहा, नायव्वा पुढवीभेएणं ॥ १९ ॥
પંચેન્દ્રિય જીવોના ભેદો અને નારક જીવોના ભેદોપાંચ ઇન્દ્રિયવાળા જીવો ચાર પ્રકારે-નારકો, તિર્યંચો, મનુષ્યો અને દેવો છે. પૃથ્વીઓના ભેદોની અપેક્ષાએ ના૨કો સાત પ્રકારે જાણવા.૧૯.
जलयरथलयरखयरा, तिविहा पंचिंदिया तिरिक्खा य । सुसुमार मच्छ कच्छव, गाहा मगरा य जलचारी ॥२०॥ પંચેન્દ્રિય તિર્યંચ જીવોના ભેદો અને જલચર જીવો :પાણીમાં ફરનારા, જમીન પર ફરનારા, અને આકાશમાં