________________
જીવવિચાર પ્રકરણ उब्भामग-उक्कलिया, मंडली महसुद्धगुंजवाया य । घणतणुवायाइया, भेया खलु वाउकायस्स ॥ ७ ॥
૪. વાયુરૂપે જીવો :ઉત્ક્રામક, ઉત્કલિક, વંટોળિયો, મોટો કે મોઢાનો શુદ્ધ અને ગુંજારવ કરતો વાયુ. ઘન(ઘાટો) અને તનુ (પાતળો) વાયુ વગેરે વાયુરૂપ કાયા=શરીરવાળા (જીવો)ના જ ભેદો છે. ૭. साहारणपत्तेया वणस्सइ, जीवा दुहा सुए भणिया । जेसिमणंताणं तणू, एगा साहारणा ते उ ॥ ८ ॥ પ વનસ્પતિ રૂપે જીવોના ભેદો અને સાધારણ વનસ્પતિ જીવોની વ્યાખ્યા :
શાસ્ત્રમાં વનસ્પતિ જીવો - સાધારણ અને પ્રત્યેક એમ બે પ્રકારે કહ્યા છે. જે અનંત (અનંતજીવો)નું એક શરીર, તેઓ જ સાધારણ છે. ૮. कंदा अंकुर किसलय-पणगा सेवाल भूमिफोडा य । अल्लयतिय गज्जर-मोत्थ वत्थुला थेग पल्लंका ॥९॥
સાધારણ વનસ્પતિરૂપે જીવો - કંદો, અંકુરાઓ, કૂંપળો, પણગ-નીલફુગ, શેવાળ, ભૂમિફોડા, આદ્રકત્રિક, ગાજર, મોથ, વત્થલા, થેગ, પાલખું. ૯ कोमलफलं च सव्वं, गूढसिराइं सिणाइपत्ताइ । थोहरि कुंआरिगुग्गुलि-गलोयपमुहाइ छिन्नरुहा ॥ १० ॥