SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર પ્રકરણ સન્મ-તૂરી-ઝાં, મી-પાપનાફો ને सोवीरंजणलुणाइ, पुढवीभेयाई इच्चाइ ॥ ४ ॥ ૧. પૃથ્વીરૂપે જીવો :સ્ફટીક, મણિ, રત્ન, પરવાળા, હિંગળો, હડતાળ, મણશિલ, પારો, સોનું વગેરે ધાતુઓ, ખડી, રમચી, અરણેટ્ટો અને પારેવો પાષાણ-૩. અબરખ, તેજંતુરી, ખારો, માટી અને પથ્થરની અનેક જાતિઓ. સુરમો અને મીઠું વગેરે પૃથ્વી (રૂપ જીવો)ના ભેદો (છે) ૪. भोमंतरिक्खमुदगं, ओसा हिम करग हरितणू महिआ । हुंति घणोदहिमाइ, भेआणेगा य आउस्स ॥५॥ ૨. પાણીરૂપે જીવો :ભૂમિનું અને આકાશનું પાણી, ઝાકળ, બરફ, કરા, લીલી વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું પાણી, ધુમ્મસ અને ઘનોદધિ (ઘાટો સમુદ્ર) વગેરે પાણી(રૂપ)ના અનેક પ્રકારો છે. ૫. इंगाल जाल मुम्मुर, उक्कासणि कणग विज्जुमाइया । अगणिजियाणं भेया, नायव्वा निउणबुद्धीए ॥ ६ ॥ ૩. અગ્નિરૂપે જીવો - અંગાર, જવાલા, તણખા, ઉલ્કાપાત, અશનિ, કણીયા, વીજળી વગેરે અગ્નિ(રૂપ) જીવોના ભેદો સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવા છે. ૬.
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy