________________
જીવવિચાર પ્રકરણ
૧ ૨
૩
ગાથાર્થ બધા એકેન્દ્રિય જીવો અને અનંતકાય જીવો પોતાની જ કાયામાં અનુક્રમે) અસંખ્ય અને અનંત ઉત્સર્પિણી સુધી ઉપજે છે અને ઔવે છે. ૪૦
સામાન્ય વિવેચન સ્વકામાં-પૃથ્વીકાય જીવ પૃથ્વીકાયમાં જ ક્યાં સુધી ઉત્પન્ન થાય ? અસંખ્ય= ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી ઉત્પન્ન થાય. એ પ્રમાણે જ અષ્કાય, તે= ઉકાય વાયુકાય, તથા પ્રત્યેક વનસ્પતિકાય અંગે સમજવું. સાધારણ વનસ્પતિ જીવ વારંવાર સાધારણ વનસ્પતિકાયમાં ક્યાં સુધી જન્મે ? તે અનંત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી જન્મ અને મરે. (ઉત્સર્પિણી અને અવસર્પિણીના સ્વરૂપ માટે જુઓ. પૃષ્ઠ. ૩૫)
૨. વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની સ્વકાય સ્થિતિ संखिज्ज-समा विगला, सतट्ठ-भवा पणिदि-तिरि मणुआ । ૩વવન્નતિ સામે, નારય-રેવા ય નો વેવ છે ૪૨ છે अन्वयः विगला संखिज्ज-समा, पणिदि-तिरि-मणुआ सत्तट्ठ भवा । सकाए उववज्जंति, य नारय-देवा नो चेव. ॥ ४१ ॥
શબ્દાર્થ સંખિજ્જ-સમા-સંખ્યાતવર્ષ, વિગલા-વિકલેન્દ્રિયો, બે, ત્રણ, ચાર ઇન્દ્રિયોવાળા, સત્ત-ભવા-સાત આઠ ભવ, પર્ણિદિતિરિમણુઆ-પંચેન્દ્રિય-તિર્યંચ અને મનુષ્યો. ઉવવર્જતિ- ઉપજે છે. સકાએ- સ્વ જીવભેદમાં, નારય-દેવા-નારકો અને દેવો. ૪૧.