________________
જીવવિચાર પ્રકરણ
૧૧૭
શબ્દાર્થ બાવીસ-બાવીસ, પુઢવીએ- પૃથ્વીકાયનું, સત્ત-સાત, આઉસ્સ-અપ્લાયનું, તિક્સિ-ત્રણ, વાઉસ્સ-વાયુકાયનું, વાસસહસ્સા-હજાર વર્ષ, દસ-દશ, તરુગણાણ-પ્રત્યેક વનસ્પતિકાયનું, તેલ- તેઉકાય, તિરસ્તાઉ- ત્રણ અહોરાત્રિના આયુષ્યવાળા છે. ૩૪.
ગાથાર્થ પૃથ્વીનું બાવીશ, પાણીનું સાત, વાયુનું ત્રણ, પ્રત્યેક વનસ્પતિકાયનું દશ હજાર વર્ષ, અને તેઉકાય ત્રણ (અહોરાત્ર) રાતના આયુષ્યવાળા છે. ૩૪.
સામાન્ય વિવેચન અહોરાત્ર એટલે રાત અને દિવસ. ત્રણ રાત થાય, ત્યારે વચ્ચે ત્રણ દિવસ પણ આવે છે, એટલે ત્રણ દિવસ અને ત્રણ રાત; અર્થાત્ ત્રણ અહોરાત્રનું આયુષ્ય સમજવું. અહો (અહ) એટલે દિવસ. ૩૪.
વિકલેન્દ્રિયોનું ઉત્કૃષ્ટ આયુષ્ય वासाणि बारसाऊ, बेइंदियाणं तेइंदियाणं तु ।
अउणापन्न-दिणाई, चउरिंदीणं तु छम्मासा ॥ ३५ ॥ अन्वयः बेइंदियाणं तेइंदियाणं तु चरिंदीणं आऊ बारस । वासाणि अउणापन्न-दिणाई, छम्मासा ॥ ३५ ॥
શબ્દાર્થ વાસાણી-વર્ષ, બારસ-બાર, આઉ-આયુષ્ય, બેઈદિયાણ