________________
જીવવિચાર પ્રકરણ
શરીરની ઉંચાઇ.
૧. એકેન્દ્રિયોના શરીરની ઉંચાઈ.
૧૦૯
અંગુત-અસંહ-માળો, સીમેનિનિયાળ સવ્વેÄિ ! ખોયળ-સહÆમહિયં, નવાં પત્તેય-વાળું ॥ ૨૭ ॥
અન્વયઃ સવ્વુત્તિ શિવિયાળ, સરીર પુત-અસંવ-માળો । નવાં પત્તેયવવાાં, અહિય નોયળ-સહસ્સું ॥ ૨૭ ॥
શબ્દાર્થ
સવ્વેસિ- સર્વે, એગિંદિયાણું-એકેન્દ્રિયોનું, સરીર- શરીર (ની ઉંચાઈ), અંગુલ-અસંખ-ભાગો-આંગળનો અસંખ્યાતમો ભાગ, નવરં- પરંતુ, પત્તેય-રુક્ખાણું- પ્રત્યેક વનસ્પતિઓનું, અહિયં-અધિક, જોયણ-સહસં-હજાર યોજન. ૨૭.
ગાથાર્થ
સર્વ એકેન્દ્રિયોનું શરીર આંગળના અસંખ્યાતમા ભાગ (જેટલું) છે. ફક્ત પ્રત્યેક વનસ્પતિઓનું (કાંઈક) અધિક-હજાર જોજન છે. ૨૭.
સામાન્ય વિવેચન
બધા એકેન્દ્રિયોનું શરીર અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું છે. એટલે એકેન્દ્રિયોના ૨૨ ભેદોમાં માત્ર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના ૨૧ ભેદોનું એ પ્રમાણ જાણવું. છતાં તેમાં નાનું મોટું હોય છે તે વિશેષ વિવેચનમાંથી સમજવું. પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર એક હજાર યોજનથી કાંઈક અધિક કહ્યું છે.