________________
૯૧
જીવવિચાર પ્રકરણ વગેરે સૂક્ષ્મ જીવો ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીને રહેલા હોય છે.
ચૌદ રાજલોકનો આકાર-કેડે હાથ રાખી પગ પહોળા કરી ઊભા રહેલા માણસ જેવો હોય છે. અથવા ચપટા તળીઓવાળા ઉંધા વાળેલા કુંડા ઉપર થાળી મૂકી તેના ઉપર મૃદંગ (પખાવજ) વાજિંત્ર મૂકીએ અને તેના ઉપર માણસનું માથું મૂકીએ, તેના જેવો આકાર થાય છે. (જુઓ પૃષ્ઠ ૯૯)
નીચેના કુંડા જેવા આકારમાં ૭ નારક પૃથ્વીઓ છે. ૧ લી નારક પૃથ્વી ૧ રજુ લાંબી પહોળી, બીજી બે રજુ, ત્રીજી ત્રણ રજજુ, ચોથી ચાર રજ્જા, પાંચમી પાંચ રજ્જા, છઠ્ઠી છ રજ્જા, સાતમી સાત રા લાંબી પહોળી છે.
તે દરેક પૃથ્વીની નીચે મોટા ભાગમાં આકાશદ્રવ્ય (ખાલી ભાગ જેવું) છે, અમુક ભાગમાં તનુવાત, તેના પર ઘનવાત, તેના પર ઘનોદધિ અને તેના પર નારક પૃથ્વી છે. તેમાં સીમંતક વગેરે નારકના આવાસો છે. તેમાં નરકના જીવો રહે છે અને દુઃખ ભોગવે છે. पापान् नरान् पाप-फलोपभोगार्थं कायन्ति इति-नारकाः
સીમંતક- વગેરે નારકવાસો છે, તેમાં રહેતા નારક જીવો નારકો કે નૈરયિકો કહેવાય છે.
એ ૭ નારક પૃથ્વીના નામ- ઘમ્મા, વંશા, શેલા, અંજના, રિણ, મઘા અને માઘવતી છે. અને પૃથ્વીઓના (ગોત્ર) અન્વયાર્થ નામ રત્નપ્રભા, શર્કરામભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ પ્રભા, તમસ્તમપ્રભા છે. ૧૯